Singvad

સિંગવડ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી

સિંગવડ :;સિંગવડ તાલુકા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે અને રાષ્ટ્રધ્વજના સન્માનમાં ઘર ઘર તિરંગા સાથે સિંગવડ બજારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તિરંગા યાત્રા અંબિકા ચોક થી ૯ થી કલાકે ચાલુ કરવામાં આવી. જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, માજી ધારાસભ્ય વિંછીયા ભાઈ ભુરીયા, સિંગવડ મામલતદાર તથા સ્ટાફ, જિલ્લા પંચાયત સદસ્ય,તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, તાલુકા પંચાયત કર્મચારી, આરોગ્ય વિભાગના કર્મચારી, રણધીપુર પોલીસ સ્ટેશન કર્મચારી, ફોરેસ્ટ ઓફિસ સ્ટાફ, આર્ટસ કોલેજ સ્ટાફ, તલાટી કમ મંત્રીઓ, વેપારીઓ, ગ્રામજનો તથા પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ વગેરે આ તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં તિરંગા હાથમાં લઈને જોડાયા હતા.

તિરંગા યાત્રા ડીજેના તાલે નીચવાસ અંબે માતાના મંદિરથી ચાલુ કરવામાં આવી હતી અને ઉપવાસ બજાર થઈ સિંગવડ આર્ટસ કોલેજ ખાતે પહોંચી હતી. ત્યાં તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતોથી સિંગવડ ગામ ગાજી ઉઠ્યું હતું. સિંગવડ નગરમાં જ્યાં દેખો ત્યાં તિરંગા નજરે પડ્યા હતા.

Most Popular

To Top