સિંગવડ: સીગવડ તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા 2025-26 જી.એલ.શેઠ હાઇસ્કુલ ખાતે યોજાયો હતો.
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત કલા મહાકુંભ સ્પર્ધા સીગવડ ખાતે યોજાયો હતો જેમાં તાલુકાની વિવિધ સ્કુલોએ ભાગ લીધો હતો. તેમાં હાંડી સ્કૂલ ની વિધાર્થિની નારી સશક્તિકરણ વિશે, સ્ત્રી એ સમાજનું એક વિશિષ્ટ અંગ છે તે વિષયે વકતૃત્વ સ્પર્ધામાં રાવત અર્પિતાબેન ગુલાબભાઈ 06 થી14 જુથમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે આવી હતી. તે બદલ સ્કૂલના આચાર્ય તથા સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.