Vadodara

બેન્કના અધિકારી હોવાની ઓળખ આપી બે ગઠિયા વિધવાના રૂ.50 હજારના દાગીના લઇ ફરાર

તમારા પતિએ મુકેલા રૂ.9 લાખમાંથી 2.50 લાખ આપીશ બાકી બેન્કમાં જમા રહેશે તેમ કહી ખેલ પાડ્યો
ફોટો પડાવ્યા બાદ છાણી બેન્ક ખાતે માજી તમે અહિયા બેસો અમે સહિ સિક્કા કરાવી આવીએ તેમ કહી ઠગો રફુચક્કર

વડોદરા તારીખ 12
દુમાડ ખાતે રહેતા મહિલા છાણી બેન્ક ઓફ બરોડા ખાતે પેન્શનની પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે ગયા હતા. ત્યારે બે ગઠિયા તેમની પાસે આવ્યા હતા અને તેઓએ બેન્કના અધિકારી છે તમારા પતિએ રૂ.9 લાખ બેન્કમા મુક્યા છે તેમાંથી તમને રૂ.2.50 લાખ આપીશુ બાકી બેન્કમા રહેશે તેમ કહી ફોર્મ ભરવાના બહાને દાગીના ઉતરાવી ફોટો પડાવ્યો હતો. ત્યાબાદ માજી તમે અહિયા બેસો અમે સહી સિક્કા કરાવી આવીએ છીએ તેમ કહી ફરાર થઇ ગયા હતા. જેથી રૂ.50 હજાર લઇ ભાગી ગયેલા બંને ગઠિયા પરત નહી આપતા તેમના વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા જિલ્લાના દુમાડ ગામે નવીનગરીમાં રહેતા મધુબેન બચુભાઈ ચાવડાના પતિ પીડબલ્યુડી વિભાગમાં નોકરી કરતા હતા પરતુ પતિનું અવસાન થયું હતું.ત્યારે હવે મહિલાને તેમના પતિનું પેન્શન દર મહીને રૂ. 10 હજાર મળે છે. જે બેન્ક ઓફ બરોડા છાણી શાખામાં તેઓ ઉપાડતા હતા. 11 ઓગષ્ટના રોજ સવારના દસ વાગ્યાના અરસામાં ઘરેથી રીક્ષામાં બેસી છાણી બીઓબીમાં પેન્શનની પાસબુકમાં એંટ્રી પડાવી કરીયાણાનો થોડો સામાન લઈ પરત ઘરે આવી માટે રિક્ષાની રાહ જોઇને ઉભા હતા. તે દરમિયાન બે શખ્સ તેમની પાસે આવ્યાં હતા અને પોતાને બેંકના અધિકારી હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ તેઓએ તમારા પતિ બેન્કમાં રૂ.9 લાખ મુકી ગયા છે પરંતુ તમને તથા તમારા પુત્રને જાણ નથી. જેથી તેમને આ રૂપિયામાથી 2.50 લાખ મળશે બાકીના રૂપિયા બેંકમાં જમા રહેશે તેવુ કહીને તેમને બેન્કમાં ફોર્મ ભરવુ પડશે તેના માટે તમારો ફોટો જોઇશે ત્યારબાદ તેમને કમાટીબાગ ખાતે ફોટો પડાવવા લઇ ગયા હતા. ત્યા મહિલાને તમારા દાગીના ઉતારી ફોટો પડાવો તેમ કહી દાગીના ઉતરાવ્યાં હતા. ફોટો પાડીને આધેડ મહિલાને પરત છાણી લઇ ગયાં હતા. બેન્ક પાસે ઠગોએ માજી તમે આહીયા બેસો બેંકમાં જઈને સહી સિક્કા કરાવીને આવી છીએ તેમ કહીને ગયા હતા. પરંતુ બંને ઠગ રૂ. 50 હજારના સોનાના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા. જેથી મહિલાએ છાણી પોલીસ સ્ટેશનમાં બંને ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top