કાલોલ :
પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકાની ટીંબાગામ પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા, જેવા કે રંગોળી સ્પર્ધા, ચિત્રસ્પર્ધા, દેશભક્તિ ગીતોની સ્પર્ધા અને તિરંગા રેલીનું આયોજન ગ્રામ પંચાયત ટીંબાગામ, શાળા વ્યવસ્થાપન સમિતિ અને પ્રાથમિક શાળા દ્રારા કરવામાં આવ્યું હતું. જેમાં બાલવાટીકા તથા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ અને હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓએ સ્પર્ધા અને તિરંગા રેલીમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રેમ અને દેશભક્તિની ભાવના જાગે તે હેતુસર હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ અને રેલીનું આયોજન ખુબ જ સુંદર રીતે કરવામાં આવ્યું. ઉપરોક્ત કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ, ગામના આગેવાનો અને એસ. એમ. સી ના સભ્યો દ્રારા રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ શાળાના આચાર્યે શાળાના સ્ટાફ, ગ્રામ પંચાયત સભ્યો અને એસ. એમ. સી ના સભ્યો ને અભિનંદન પાઠવ્યા હતા.