હાલોલ: હાલોલ તાલુકા કક્ષાએ એસ SGFI- 2025 વિવિધ રમત-સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. જેમાં હાલોલની ગોધરા રોડ ખાતે આવેલી વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધો-૬ થી ૮ ના વિદ્યાર્થીઓ(દીકરા) અને વિધાર્થિની(દીકરી) એ અંડર-૧૪ કબડ્ડી,ખોખો,યોગ,કુસ્તી,૨૦૦ મીટર રેસ,૪૦૦ મીટર રેસ,૮૦૦ મીટર રેસ,ચક્ર ફેક,વિઘ્ન દોડ,જેવી વિવિધ અલગ-અલગ ૧૦ જેટલી રમત-સ્પર્ધામાં ભાગ લીધો અને કુલ-૮ જેટલી રમત-સ્પર્ધામાં પોતાના અદ્ભૂત રમત-કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદશન કરી પ્રથમ નંબર તેમજ દ્વિતીય નંબર મેળવી પોતાનું અને પોતાના પરિવાર સાથે શાળા નું નામ તાલુકા કક્ષાએ દિપાવ્યું .

તે બદલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ શાળાના આચાર્ય હર્ષાબેન શુક્લ અને શાળા પરિવાર તરફ થી દરેક બાળકો ને ખુબ-ખુબ અભિનંદન સાથે આ તમામ રમત-સ્પર્ધામાં બાળકો ને માર્ગદર્શન પૂરું પાડનાર શાળાના પી.ટી વિષયના શિક્ષક હિનાબેન પટેલને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી. ટૂંક સમય આ દરેક બાળકો જિલ્લાએ કક્ષા રમત-સ્પર્ધા તરફ પ્રયાણ કરશે.
