Vadodara

ડભોઇ રોડ પર મકાનની અગાસી પર એલસીબી ઝોન3ની રેડ, જુગાર રમતા 7 ખેલી ઝડપાયાં

એક ફરાર, રોકડ રકમ અને સાત મોબાઇલ તેમજ બે વાહન મળી રૂ.1.77 લાખનો મુદ્દામાલ કબજે

પ્રતિનિધિ વડોદરા તા.11
ડભોઇ રોડ પર આવેલા મકાનની છત પર ચાલતા જુગાર પર એલસીબી ઝોન -3ની ટીમે રેડ કરીને 7 ખેલીઓને ઝડપી પાડ્યાં હતા. જુગારીઓની અંગજડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ, સાત મોબાઇ તેમજ બે ટુ વ્હીલર મળી રૂ.1.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે એક નહી પકડાતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રાવણિયો જુગાર ભેગા મળીને રમી રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા આવા ગેરકાયદે ચાલી રહેલા જુગાર પર સતત વોચ રખાઇ રહી છે. 10 ઓગષ્ટના રોજ એલસીબી ઝોન 3 ની ટીમ ડભોઇ રોડ પર પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. દરમ્યાન બાતમી મળી હતી કે ગણેશનગ 02 વિષ્ણુ બેકરીની બાજુની ગલીમાં મકાન નં.41ની છત પર કેટલાક લોકો ભેગા થયા છે અને જુગાર ચાલી રહ્યો છે. જેના આધારે એલસીબી ઝોન-3 ની ટીમે બાતમી મુજબના સ્થળ પર દરોડો પાડ્યો હતો. ત્યારે પોલીસને જોઇને જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. એલસીબી ઝોન-3ની ટીમે છત પરથી 8 ખેલી સંજય ઉર્ફે ભવી સૈયદ ઠાકોર (રહે. ગણેશનગ 02 ડભોઈ રોડ, વડોદરા) શ્રવણ સંજય ઠાકોર (રહે.લાકળી વાળી ગલી છેલ્લુ મકાન ગણેશનગ૨ ડભોઈ રોડ વડોદરા), યોગેશ દિનેશભાઈ વણજારા (રહે.શાંતીનગર એચ પી.પેટ્રોલપંપ સામે ડભોઈ રોડ વડોદરા), જાવીદ નઝમુદ્દીન મલેક (રહે, મદાર મોહોલ્લો યાકુતપુરા વડોદરા) લલીત બાબુ માળી (રહે, ગણેશનગર 02 ડભોઈ રોડ વડોદરા), અંબુ કાંતી તડવી (રહે, પતાશાવાળાની બાજુવાળી ગલી ગણેશનગ 02 ડભોઈ રોડ વડોદરા) અને ગોકુલ ખેમચંદ રાજદેવ (રહે.હનુમાનજી મંદિર પાછળ હનુમાનટેકરી ડભોઈ રોડ વડોદરા) ઝડપાઈ ગયા હતા. પોલીસ દ્વારા જુગારીઓની અંગજડતી કરાતા જુગારીઓની અંગજડતી તથા દાવ પરની રોકડ રોકડ રૂ.52 હજાર,7 મોબાઈલ રૂ.35 હજાર, બે ટુ વ્હીલર રૂ.90 હજાર સહિત રૂ. 1.77 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. જ્યારે નવીનચંદ્ર શાંતિલાલ પટેલ (રહે. ગણેશનગ 02 વિષ્ણુ બેકરીની બાજુની ગલીમાં વડોદરા)ને વોન્ટેડ જાહેર કર્યો છે.

જરોદ પોલીસે ભાવપુરા ગામેથી 7 ખેલીને જુગાર રમતા ઝડપી પાડ્યાં
જરોદ પોલીસે ભાવપુરા ગામ નવીનગરીમાં ચાલતાજુગારી પર રેડ કરતા જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં સ્થળ પરથઈ 7 ખેલી મહેશ વસાવા, વિશાલ વસાવા, રતીલાલ વસાવા, મંગળ વસાવા,અર્જુન વસાવા,રમેશ રાઠોડિયા,સંજય વસાવાને ઝડપી પાડ્યાં હતા. જુગારીઓ પાસેથી રૂ. 10 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Most Popular

To Top