Vadodara

પાણીગેટ વિસ્તારમાં આવેલી બિલ્ડરની ઓફિસમાં નોકરી કરતા કર્મીએ રૂ.6 લાખ ચોર્યાં

બિલ્ડરે રૂપિયા ટેબલના ડ્રોઅરમાં મુક્યા હોવાનું જાણતો હોય રાત્રીના આવી ખેલ પાડ્યો
કર્મચારી પકડાય ના તેના માટે વાયરો કાપી સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી ગયો
પ્રતિનિધિ વડોદરા તા.11
આજવા રોડની બહાર કોલોનીમાં રહેતા બિલ્ડરની પાણીગેટ વિસ્તારમાં હરીશ પેટ્રોલ પંપ પાસે ન્યુ હેવન એકન્લેવમાં આવેલી ઓફિસને રાત્રીમા તસ્કરે નિશાન બનાવી હતી સીસીટીવી કેમેરાના વાયર કાપી નાખ્યા બાદ ટેબલના ડ્રોઅરમાંથી રોકડા રૂ.6 લાખ તથા 10 હજારનું ડીવીઆર મળી રૂ.6.10 લાખની માલમતાની ચોરી કરીને પલાયન થઇ ગયો હતો. બિલ્ડરે ચોરીની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે આસપાસના સીસીટીવીના આધારે ચોરને ઝડપી પાડ્યો છે. જેમાં બિલ્ડરને ત્યાં 10 વર્ષથી નોકરી કરતા કર્મીએ જ ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરાના આજવા રોડ પર આવેલી બહાર કોલોનીમાં રહેતા હમજાભાઈ હારૂનભાઈ મેમણ બિલ્ડર છે. 7 ઓગસ્ટના રોજ સાંજના સમયે પિતા હારૂનભાઈ મેમણના સ્ટાફના માણસો સાથે ઓફીસ બંધ કરી ઘરે જતા રહ્યા હતા. બીજા દિવસે 8 ઓગસ્ટના રોજ સવારના સમયે હમજા મેમણ આજવા રોડ પર આવેલી હેમંતપાર્ક સોસાયટી કામ ચાલતુ હોય સાઇંડ પર ગયા હતા. જ્યારે પિતા રાબેતા મુજબ તેમની ઓફિસ ખોલવા માટે ગયા હતા. ત્યારે ઓફિસનું તાળુ તુટેલુ હતું. જેથી પિતાએ ફોન કરીને પુત્ર હમજા મેમણને ઓફિસમાં ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું. જેથી પુત્ર તાત્કાલિક આજવા રોડ પરથી ત્યાથી નિકળી ઓફીસ પર પહોંચી ગયો હતો. ત્યારે ઓફીસના તમામ ટેબલના ડ્રોઅર ખુલ્લા હતા. હમજા મેમણના પિતાએ તેમના ટેબલના ડ્રોવરમાં રૂ. 6 લાખ મુક્યાં હતા. જે તસ્કરે ડ્રોઅરમાંથી કાઢી લીધા હતા તથા સીસીટીવી કેમેરાનું ડીવીઆરના વાયરો પણ કટ કરી રોકડા રૂ. 6 લાખ અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર રૂ.10 હજાર મળી રૂ.6.10 લાખની માલમતાની ચોરી કરીને પલાયન થઈ ગયો હતો.. જેથી બિલ્ડરે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી કરનાર બિલ્ડરને ત્યાં કામ કરતા કર્મીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top