સુરત: 1 એપ્રિલ 2020થી સરકારે બીએસ-6 વાહનો (bs-6 engine)નું જ રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યુ છે. મોંઘીકાર ખરીદ્યા પછી પેટ્રોલ (petrol), ડીઝલ(diesel)ના ભાવો આસમાને પહોંચ્યા છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા બીએસ-6 વાહનોના માલિકોને સીએનજી (cng)કન્વર્ઝન માટે મંજૂરી નહી આપવામાં આવતા સુરતમાં 1200થી વધુ કારોમાં સીએનજી-કિટ લાગી શકી નથી.
વાહન માલિકો દ્વારા આરટીઓ (rto) માન્ય સીએનજી એજન્સીઓમાં નોંધણી કરાવવા છતા એજન્સીઓ સરકારનો નિર્ણય નહીં આવ્યો હોવાથી સીએનજી કિટ લગાવવા ઇન્કાર કરી રહ્યા છે. જે વાહનોનું અગાઉના વર્ષોમાં વેચાણ થયુ છે. તેમાંજ સીએનજી કિટ ફીટ થઇ શકી છે. સુરત આરટીઓના સુત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2019માં જાન્યુઆરી માસમાં 357 કાર અને ફેબ્રુઆરીમાં 233 કાર જ્યારે વર્ષ 2021માં જાન્યુઆરીમાં 174 અને ફેબ્રુઆરીમાં 160 જેટલી જ કારમાં સીએનજી કિટ ફિટ થઈ છે.
જે લોકોએ બીએસ-6 કાર ખરીદી છે તેમનું કહેવું છે કે, પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતા મોંઘી કાર અને ઓછી એવરેજ આપતી કારની મુસાફરી પરવડી શકે તેમ નથી. અત્યારે પેટ્રોલ અને ડીઝલના પ્રમાણાં સીએનજીના ભાવ ઓછા છે. અને તેનાથી પ્રદૂષણ (pollution)ની માત્રામાં પણ ઘટાડો થાય છે. ત્યારે સરકારે સીએનજી કિટ લગાવવાની મંજૂરી આપવી જોઇએ વધારો થઈ રહ્યો છે
સીએનજી કન્વર્ઝનની સંખ્યા સતત ઘટી
વર્ષ | માસ | સીએનજી ફિટ |
---|---|---|
2019 | જાન્યુઆરી | 357 |
2019 | ફેબ્રુઆરી | 233 |
2020 | જાન્યુઆરી | 185 |
2020 | ફેબ્રુઆરી | 188 |
2021 | જાન્યુઆરી | 174 |
2021 | ફેબ્રુઆરી | 160 |
બીએસ-6 એન્જિન વાળા વાહનોમાં સીએનજી કિટ ફિટ કરવાનો નિર્ણય સરકારે લેવાનો છે.
બીએસ-6 એન્જિન વાળા વાહનોમાં અત્યારે સીએનજી કન્વર્ઝન કરી શકાતુ નથી. આ પ્રકારના વાહનોમાં સીએનજી કિટ ફિટ કરી શકાય કે કેમ? તેને લઇને સરકારમાં વિચારણા ચાલી રહી છે. નિયમ બનીને જો આવશે તો આરટીઓ દ્વારા મંજૂરી આપવામાં આવશે અત્યારે એજન્સીઓને આ પ્રકારના વાહનોમાં સીએનજી કિટ ફિટ નહીં કરવા સુચના આપવામાં આવી છે.
ડી.કે ચાવડા, ઇન્ચાર્જ આરટીઓ, સુરત