Kapadvanj

કપડવંજ તાલુકા કક્ષા કલા મહાકુંભ એસસી દાણી સ્કૂલમાં યોજાયો

કપડવંજ: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કલા મહાકુંભ તાલુકા કક્ષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કપડવંજ તાલુકા કલા મહાકુંભનું આયોજન કે કે એમ સંચાલિત એસ સી દાણી સ્કૂલમાં થયું. તેમાં અલગ અલગ 3 વિભાગમાં 14 ઇવેન્ટમાં કુલ આશરે 900 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. ઉદ્ઘાટનમાં મુખ્ય મહેમાન તરીકે કપડવંજ બીઆરસી શ કે એમ જોશી, કપડવંજ કેળવણી મંડળના મંત્રી અનંતભાઈ શાહ, ગોપાલભાઈ શાહ તેમજ જજ તરીકે રાગનેશભાઇ પટેલ, શાળાના પ્રિન્સિપાલ પોરવભાઈ પટેલે હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કે કે એમ સંચાલિત કલ્ચર સેન્ટરના વડા પારસભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તાલુકામાં વિજેતા ખેલાડીઓ જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને તાલુકાના જીતેલા ખેલાડીઓને આયોજક અને મંડળ તરફથી શુભકામનાઓ અપાઈ હતી.

Most Popular

To Top