Kalol

સિનીયર સિટીઝન કપલ સાથે વેજલપુર પોલીસની શી ટીમ દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

કાલોલ: વેજલપુરમાં એકલવાયું જીવન જીવતા સિનીયર સિટીઝન કપલ સાથે વેજલપુર પોલીસ સ્ટેશનના પી આઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ શી ટીમ દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો.
કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં એકલવાયું જીવન જીવતા સિનીયર સિટીઝન કપલ સિનીયર સિટીઝન કપલ તરીકે ઑનલાઇન રજીસ્ટર થયેલું હોય વેજલપુર પોલીસ સ્ટેશનના પી આઈ એમ બી ગઢવીના માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશનની શી ટીમના WHC મેનકાબેન તથા કૃષ્ણાબેન (વુમન હેડ કોન્સ્ટેબલ) દ્વારા આજરોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે એકલવાયું જીવન જીવતા સિનીયર સિટીઝન કપલ ગીતાબેન સોની, મહેન્દ્રભાઈ કંચનલાલ સૉની સાથે રક્ષાબંધનના પર્વે કુમ કુમ તિલક કરી રાખડી બાંધી અને મોં મીઠુ કરાવી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. વેજલપુર પોલીસ સ્ટેશનના પી આઈ ગઢવી દ્વારા સિનીયર સિટીઝન કપલ તરીકે ઑનલાઇન રજીસ્ટર થયેલા ગીતાબેન અને મહેન્દ્ર કંચનલાલ સૉની એકલવાયું જીવન જીવતા હોય અને તેઓની દેખભાળ રાખનાર કોઈ ન હોવાથી વેજલપુર પોલીસ સ્ટેશનના પી આઈ દ્વારા સર્વ પ્રકારની મદદની ખાત્રી આપી છે. તેઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ પડે તો તાત્કાલિક વેજલપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતુ. જેથી તમામ પ્રકારથી મદદરૂપ થવાની ખાતરી આપી હતી. જેથી એકલવાયું જીવન જીવતા સિનીયર સિટીઝન કપલ ગીતાબેન અને મહેન્દ્ર કંચનલાલ સૉની વેજલપુર પોલીસ સ્ટેશનના પી આઈ ગઢવીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top