ઢોર પકડની કામગીરીમાં રોકટોક કરનાર સામે પોલીસ ફરિયાદ થશે
દંડ રૂપે એક ઢોર માટે ₹4,000 વસૂલવામાં આવ્યા
વડોદરા: શહેરમાં સતત વધી રહેલા રખડતા ઢોરના ત્રાસને રોકવા માટે પાલિકા તંત્ર દ્વારા સક્રિય પગલાં લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં તંત્રે 15 દિવસના ઓછામાં ગાળામાં 100થી વધુ ઢોર પકડીને દંડ વસૂલ્યો છે. ઢોર પકડવાની કામગીરીમાં કોઈપણ પ્રકારના વિઘ્ન ઊભા કરનાર સામે કલમ મુજબ પોલીસ ફરિયાદ કરાશે તેમ તંત્રે કડક શબ્દોમાં સ્પષ્ટ સંદેશો આપ્યો છે.

પાલિકા તંત્ર દ્વારા શહેરના ગૌ પાલકો સાથે વિશેષ મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં ઢોર પકડવા માટેની કામગિરી દરમિયાન કોઈપણ પ્રકારનું વિઘ્ન કરતું હોય તો તે સામે કડક કાર્યવાહી, પોલીસ ફરિયાદ ના પગલાં લેવાશે એવું તંત્રે સ્પષ્ટ કર્યું છે. તંત્ર દ્વારા જણાવાયું કે, શહેરી વિસ્તારોમાં વારંવાર ઢોર વાહન વ્યવહારમાં અડચણ ઉભી કરતા હોય છે, અને કેટલીક વખત ભયંકર અકસ્માતો પણ સર્જાય છે.
યોગ્ય કાર્યવાહી પછી પકડાયેલા ઢોર અંગે એક ઢોર સામે રૂ. 4,000 જેટલો દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. આમ, છેલ્લા પંદર દિવસમાં પકડાયેલા 100 ઢોરના કારણે ત અંદાજે રૂ. 4 લાખ જેટલો દંડ વસૂલી લીધો છે. આ રકમ પાલિકા તંત્ર દ્વારા ઢોર શિબિરના ખર્ચ અને ઢોર સંભાળ માટે વપરાશે.
તંત્રે હવે જાહેર સંદેશાઓ, હોડિંગ્સ દ્વારા પણ જાહેર જનતાને જાગૃત કરતી કામગીરી શરૂ કરી છે. “શહેરમાં રખડતા ઢોરને છોડવા યોગ્ય નહિ અને તે પ્રયત્નો સામે પાલિકા પ્રશાસન હવે સહન નહીં કરે” .
પાલિકા તંત્ર ઢોર પકડ કામગીરી વખતે જે કોઈ પણ વ્યક્તિ અનાવશ્યક વિઘ્ન ઊભું કરશે, તેમની સામે કાયદાની જોગવાઇ મુજબ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. તંત્રે એ પણ જણાવ્યું કે, રખડતા ઢોર શહેરી શેરીઓમાં આંતક ફેલાવે છે, તેથી આવી કામગીરીમાં અડચણ એ સામાન્ય નાગરિકના હકના ઉલ્લંઘન સમાન ગણાશે.
પાલિકાની ઢોર પકડ પાર્ટીઓ, દરરોજ પોલીસ સમન્વય દ્વારા હવે શહેરમાં ઢોર મુક્તિ અભિયાન વધુ સખત રીતે કરશે અને પકડશે તેવી જાહેરાત તંત્રે કરી છે.
રખડતા ઢોર વિરૂદ્ધની આ સઘન કામગીરી હવે માત્ર અભિયાન નહીં પણ સ્થિર અમલ નીતિ રૂપે મુકાશે.