Vadodara

વડોદરા ગોત્રી વિસ્તારમાં અકસ્માત સર્જાયો

ડ્રાઈવરની સમયસૂચકતા અને બહાદુરી: બ્રેક ફેલ થતા કારને ડિવાઈડર પર ચઢાવી અનેક લોકોના જીવ બચાવ્યા

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં એક ગંભીર અકસ્માત ટળી ગયો, એક કારની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ. ઘટનાનું સ્થાન વ્યસ્ત વિસ્તાર હોવાને કારણે મોટા અકસ્માતની શક્યતા ઉભી થઈ હતી, પરંતુ ડ્રાઈવરની ઝડપી કાર્યવાહી અને બહાદુરીના કારણે મોટી જાનહાની ટળી ગઈ.
મળતી માહિતી અનુસાર, કાર ચાલક ગોત્રી મેન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કારના બ્રેક અચાનક કામ કરવાનું બંધ કરી દેતા સ્થિતિ કાબૂથી બહાર જતી રહી. આસપાસ ભારે વાહનવ્યવહાર અને પાદચારીઓની ભીડ હોવા છતાં, ડ્રાઈવરે ઘબરાવ્યા વિના સ્ટીયરિંગ પર કાબૂ જાળવ્યો અને સમયસૂચકતા દાખવતા કારને સીધા ડિવાઈડર પર ચઢાવી દીધી.
કાર ડિવાઈડર પર ચઢતાં જ બંધ થઈ ગઈ અને મોટી દુર્ઘટના ટળી. અકસ્માતને લીધે વાહનને નુકસાન થયું છે, પરંતુ લોકોના જીવ બચી ગયા તે સૌથી મોટું સુખદ પાસું રહ્યું. ઘટના પછી સ્થાનિક લોકોએ ડ્રાઈવરની પ્રશંસા કરી હતી અને તેની બહાદુરીને સલામ પાઠવી હતી.
આ સમગ્ર ઘટના આસપાસના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને પોલીસ દ્વારા પણ અકસ્માતની નોંધ લેવામાં આવી છે.

Most Popular

To Top