આસામના તિનસુકિયા જિલ્લાના પાનીટોલા ગામમાં એક દર્દનાક ઘટના બની છે, જ્યાં એક સાત વર્ષની માસૂમ બાળકીનું કરોળિયાના કરડવાથી મૃત્યુ થયું છે. છોકરી રમતી રમતી વાંસની ટોપલી પાસે પહોંચી હતી, જેમાં ઇંડા રાખેલા હતા. તેને ખોલતાં જ અંદર છુપાયેલો કાળો કરોળિયો બહાર આવ્યો અને તેને કરડી દીધું હતું.
કરોળિયાના કરડ્યા પછી થોડા સમયની અંદર જ બાળકીએ ગભરાટ અનુભવી હતી. તેના હાથમાં ફૂલવો આવી ગયો અને તે બીમાર થવા લાગી હતી. પરિવારજનોએ તાત્કાલિક નજીકની તિનસુકિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચતાં જ ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી.
આ અચાનક બનેલી ઘટના પછી આખા ગામમાં શોક અને ભયનો માહોલ છે. લોકો પોતાની સંતાનની સલામતી માટે ચિંતિત થઇ ગયા છે અને ઘરની વસ્તુઓ ખોલતી વખતે વધુ સાવચેતી રાખવા લાગ્યા છે.
પોલીસ અને ફોરેન્સિક તપાસ શરૂ: પોલીસે આ ઘટનાની નોંધ લઇને અકુદરતી મૃત્યુનો કેસ દાખલ કર્યો છે. સાથે જ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળેથી નમૂના એકત્ર કરી રહી છે જેથી એ જાણી શકાય કે કયા પ્રકારના કરોળિયાએ બાળકીનું જીવન લીધું. આ સાથે, એવી પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે શું આસપાસના વિસ્તારમાં આ પ્રકારના વધુ ઝેરી જીવજંતુઓ છે કે નહીં.
આ દુઃખદ ઘટનાએ સ્થાનિક લોકોને ચેતવણી આપી છે કે ઘરના કોણે લાવેલી વસ્તુઓમાં છુપાયેલ જોખમ ક્યારેક જીવલેણ સાબિત થઇ શકે છે. તંત્ર તરફથી પણ લોકોને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા અને ઘરના આસપાસ સાફસફાઈ રાખવા અપીલ કરવામાં આવી છે.