હત્યારો ભાડે રહેતો હોય ભાડા કરાર ના કર્યો હોયતો મકાન માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા રજૂઆત
અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના નેજા હેઠળ પોલીસ અધિક્ષકને રજૂઆત

( પ્રતિનિધી )વડોદરા,તા.7
વડોદરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે નજીવી બાબતે કરાયેલી યુવકની હત્યાના બનાવને પગલે સમાજના લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.ત્યારે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના નેજા હેઠળ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવીને હત્યારા ની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. સાથે જ હથિયારો ભાડાના મકાનમાં રહેતો હોય જો માલિકે ભાડા કરાર કર્યો ન હોય તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

વડોદરા શહેરના પ્રિયા ટોકીઝ ચાર રસ્તા પાસે આવેલા ધ આરો ફ્લેટ આવેલા છે.જેમાં રહેતા બે પરિવારોના યુવકો વચ્ચે પાર્કિંગ બાબતે વોટ્સએપ ગ્રુપમાં બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો વધુ વણસ્યો હતો.રોષે ભરાયેલા પરપ્રાંતીય ઈસમે અક્ષયને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દેતા તે ત્યાંજ ઢળી પડ્યો હતો. બનાવને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક 108 મારફતે તેને ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો. બનાવને પગલે સ્થાનિક પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને ફરિયાદીની ફરિયાદના આધારે હત્યારાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ હત્યારાની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી સાથે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના નેજા હેઠળ નિવૃત પોલીસ કર્મચારીઓ, સમાજના આગેવાનો તેમજ મૃતકના પરિવારજનોએ એકત્ર થઈ કોઠી કચેરી ખાતે વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકને રજૂઆત કરવામાં આવી હતી.
