પાવી જેતપુર:;
પાવી જેતપુર તાલુકા ના ભેંસાવહી ગામે રાત્રી સભા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જ્યાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનું ભેંસાવહી જૂથ ગ્રામ પંચાયત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ ભેંસાવહીના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્નોનો નિકાલ લાવવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ભેંસાવહી જૂથ ગ્રામ પંચાયત દ્વારા વ્હલા દવલાં ની નીતિ રાખી વહીવટ કરવામાં આવે છે એવો આક્ષેપ ગ્રામ જનો દ્વારા કરવામાં આવ્યો હતો અને અમારા ગામ માં રહીને દારૂ ની ગાડીઓ અવર જવર કરે છે અને અમારા ગામ માં દારૂ જેવી બદી થી યુવાધન બરબાદ થઈ રહ્યું છે જેના થી યુવાધનને બચાવવાં અને દારૂના અડ્ડા બંધ કરાવા જેવી રજૂઆતો અને માળખાકિય સુવિધાઓ,શાળાના ઓરડા, નવી આંગણવાડી, ગામની જમીનના રિસર્વે સહિતના સામુહિક પ્રશ્નો રજુ કરવામા આવ્યા હતા. એવા અનેક સવાલો ભેંસાવહી ગામ ના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યા હતા.
આ રાત્રિસભામાં નાયબ કલેકટર, જેતપુરપાવી મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો રાત્રિસભામાં ઉપસ્થિત રહ્યા હતા.