Vadodara

પોક્સો હેઠળના ગુનામાં સંડોવાયેલા આરોપીના નિયમિત જામીન અરજી મંજૂર

ગોડાઉનમાં કામ કરતી સગીરા સાથે બળજબરી પૂર્વક શારિરીક સંબંધ બાંધતા બાળકનો જન્મ થયો હતો

(પ્રતિનિધિ) વડોદરા તા.06

શહેરના આજવારોડ ખાતે રહેતા ઇસમે ગોડાઉનમાં કામ કરતી સગીરાને તેની માતા અને ભાઇ ને મારી નાખવાની ધમકી આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હોય તેણીએ બાળકને જન્મ આપ્યો હતો આ કેસમાં બાપોદ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળના ગુનામાં સંડોવાયેલા આરોપીએ બીજા અધિક સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી રજૂ કરવામાં આવી હતી જેમાં સરકાર તરફે એડવોકેટ એન.યુ.મકવાણાની રજૂઆત, પૂરાવાઓ ને ગ્રાહ્ય રાખી આરોપીના જામીન અરજી નામંજૂર કરવાનો હૂકમ કરવામાં આવ્યો છે.

શહેરના આજવારોડ એકતા નગર સ્થિત મધર ટેરેસા નગર ખાતે રહેતા સૈયદ મહંમદ ઉમર અબ્દુલ જબ્બાર જે ગોડાઉન ધરાવતો હોય તે ગોડાઉનમાં માતા ભાઇ સાથે કામ કરતી સગીરાને તા.01-01-2019 થી 13-07-2025 દરમિયાન સૈયદ મહંમદ ઉમર અબ્દુલ જબ્બારે સગીરાને તેના માતા તથા ભાઇને મારી નાખવાની ધમકી આપી અવારનવાર મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધતા પરિણામ સ્વરૂપ સગીરાએ તા.13-07-2025 ના રોજ બાળકને જન્મ આપ્યો હતો આ સમગ્ર મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં બી એન એસ ની કલમ 64(2) (એમ), 351 તથા પોક્સો એક્ટની કલમ 3 (એ),04,5(એલ)5(જે)(2),6 થી નોધાઇ હતી જેમાં આરોપી ની તા.16-07-2025 ને સાંજે 17:45 કે. ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં અરજદાર આરોપી તરફે વકીલ દ્વારા બીજા અધિક સેસન્સ જજની કોર્ટમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,2023 ની કલમ 483 હેઠળ નિયમિત જામીન અરજી રજૂ કરવામાં આવી હતી જેમાં સરકાર તરફે એડવોકેટ એન.યુ.મકવાણાની દલીલો, રજૂઆત અને પૂરાવાઓ ને ગ્રાહ્ય રાખી કર્ટે આરોપી અરજદારના જામીન અરજી નામંજૂર કરવાનો હૂકમ કર્યો છે.

Most Popular

To Top