બોડેલી:: બોડેલી તાલુકાના ખોસ વસાહત મુકામે સ્વાન દ્વારા હુમલો કરતા એક ત્રણ વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું હતું એ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો . જ્યારે એ જ દિવસે જબુગામ પંથકમાં પણ શ્વાન દ્વારા અનેક જગ્યાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં એક વૃદ્ધ દાદી માં જેમની વય ૯૦ થી ૯૨ વર્ષની છે, તેમના ઉપર હુમલો કરતા ખૂબ જ વધુ પ્રમાણમાં ઈજા થઈ હતી. પહેલા તેમને જબુગામ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ વધુ પડતી ઈજાના કારણે તેમને સારવાર અર્થે વડોદરા સુધી ખસેડવામાં આવ્યા હતા. એ જ દિવસે જબુગામ ખાતે કુલ ત્રણ વ્યક્તિઓને શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધાયો હતો.
પરંતુ લોક ચર્ચાનો વિષય એ છે કે તે દિવસે વધુ પડતી વ્યક્તિઓને શ્વાન કરડવાના કિસ્સા પણ બન્યા હતા પર
વિશેષમાં વાત કરીએ તો એક બકરીને ઉપર પણ એ જ દિવસે શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો
જેથી કરીને સમગ્ર પંથકમાં ખોફનો માહોલ છવાયો છે તંત્ર દ્વારા આ રખડતા કૂતરાને જબુગામ વિસ્તારમાંથી તથા આસપાસમાં ગામડાઓ માંથી વહેલી તકે પકડવામાં આવે એવી લોક માંગ ઉઠી છે.