આણંદના ગંભીરા બ્રિજનો અમુક ભાગ 27 દિવસ પહેલા તુટી પડ્યો હતો. આ ઘટના સમયે ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને બહાર કાઢવા માટે પોરબંદરની મરિન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લેવામાં આવી હતી. આ કંપનીના તજજ્ઞોએ એવા પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એમઈઆરસી મરીન ઇમર્જન્સી રીસ્પોન્સ સેન્ટર દ્વારા આધુનિક સાધનો, ઉપકરણોનો ઉપયોગ કરીને આ ટેન્કરને અત્યારે સફળતાપૂર્વક પુલ ઉપર લઈ લેવામાં આવ્યું છે.