રાજ્યની જિલ્લા હોસ્પિટલ,સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ હોસ્પિટલોમાં તથા સી પી એચ સી એચ સી ખાતેની કુલ 586 એમ્બ્યુલન્સ વાવનું સંચાલન 108ઇએમ આર આઇ ગ્રીન હેલ્થ સર્વિસને સોંપાશે*
(પ્રતિનિધિ) વડોદરા તા.05
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે રાજ્યના તમામ પી.એચ.સી અને સી.એચ.સી. સેન્ટરો પર કાર્યરત તમામ એમ્બ્યુલન્સ ને 108 સેવા હેઠળ આવરી લેવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના જિલ્લા હોસ્પિટલો,સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો તેમજ પી.એચ.સી. અને સી.એચ.સી. સેન્ટરો ખાતેની એમ્બ્યુલન્સ વાનને શરતોને આધિન 108 ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ,અમદાવાદને સંચાલન સોપવાનો આદેશ કર્યો હતો.bજે અંગેનો ઠરાવ તા.10-05-2025ના રોજ સરકારે કર્યો હતો. પરંતુ આ અંગે ઘણી બધી સંસ્થાઓ તરફથી અલગ અલગ બાબતોએ રજૂઆતો કરવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ નો કબજો સોંપવામાં આવતો ન હતો જેના કારણે હવે પી એચ સી અને સી એચ સી સંસ્થાઓ ખાતેની એમ્બ્યુલન્સ વાહનોને 108 ઇ એમ આર આઇ ગ્રીન હેલ્થ સર્વિસ હેઠળ આવરી લેવામાં આવશે. જેમાં હવે આરોગ્ય કમિશનર,તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ હેઠળની તમામ સંસ્થાઓના વડાઓને શરતોને આધીન તમામ સંસ્થાઓ ખાતેના એમ્બ્યુલન્સ વાહનોને 108 ઇ એમ આર આઇ ગ્રીન હેલ્થ સર્વિસને કબજો સોપવાનો આદેશ કર્યો છે. આદેશાનુસાર પી.એચ.સી. અને સી.એચ.સી. સેન્ટર સાથેની સંસ્થાઓએ એમ્બ્યુલન્સ સાથે આર.સી.બુક, વીમા પોલિસી તેમજ સાધનિક તમામ દસ્તાવેજો 108 ને ફોર્મ ભરીને જમા કરાવવા આદેશ કર્યો છે સાથે જ એસેસરીઝ સહિત સ્પેર વ્હિલ, સંસાધનો ની યાદી તૈયાર કરી બંને પક્ષોએ હસ્તાક્ષર સાથે હેન્ડ ઓવર કરવા આદેશ કર્યો છે.
ભાજપ ધીમે ધીમે પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી લાભ કરાવી રહી છે: આપ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ પી.એચ.સી. અને સી.એચ.સી. સેન્ટર પર કાર્યરત તમામ એમ્બ્યુલન્સ ને 108 સેવા હેઠળ આવરી લેવાનો નિર્ણય ભાજપ ધીમે ધીમે પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી લાભ કરાવી સરકારી તિજોરીમાં જે જનતાના પૈસા છે તેને ખાલી કરવા બેઠી છે.જે રીતે શહેરના ચારેય ઝોનમાં સ્મશાનોમા અગાઉ રૂ.3500 પર બોડી પરના ખર્ચ પેટેનો કોન્ટ્રાક્ટ હતો જેને રૂ.7,000 કરી પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી લાભ કરાવવાનો નિર્ણય કર્યો છે. સરકારે એમ્બ્યુલન્સના 586 થી વધુ ડ્રાઇવરોના હિતોનો વિચાર કર્યા વિના નિર્ણય લીધો છે ત્યારે આમ આદમી પાર્ટી વડોદરા શહેર આ રીતે જનતાના પૈસાની સરકારી તિજોરીઓ આ લોકોને ખાલી નહીં કરવા દે તેના માટે રજૂઆત કરાશે તથા જરુર પડે આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરાશે.
*-અશોક ઓઝા -પ્રમુખ,આમ આદમી પાર્ટી, વડોદરા શહેર