Vadodara

ફતેપુરા કોયલી ફળિયામાં ગેસ લાઈનમાં આગ લાગતા લોકોમાં ફફડાટ

ફાયર અને ગેસ વિભાગની ટીમે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો :

સમગ્ર વિસ્તારમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો :

( પ્રતિનિધી )વડોદરા,તા.5

વડોદરા શહેરના ફતેપુરા કોયલી ફળિયામાં આવેલા એક મકાનની બહાર ગેસ લાઈનમાં લિકેજને કારણે આગ લાગી હતી.જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જ્યારે બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

વડોદરા શહેરના ફતેપુરા કોયલી ફળિયામાં આગ લાગવાની ઘટના બની હતી. ગેસ લાઇનમાં આગ લાગતા એકાએક આગની જ્વાળાઓ નીકળતા વીજ વાયરો પણ બળ્યા હતા. આગ સાથે સ્પાર્ક થતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. બનાવવાની જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તપાસ કરતા ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બીજી તરફ આગની જ્વાળાઓ અને વીજ વાયરમાં ધડાકા થતા જોવા મળ્યા હતા. બનાવને પગલે ગેસ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ગેસ પુરવઠો બંધ કરી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. જ્યારે બીજી તરફ સમગ્ર વિસ્તારમાં કલાકો સુધી ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે વિસ્તારના લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. પરિસ્થિતિ પર કાબુ મેળવ્યા બાદ ગેસ પુરવઠો પુનઃ કાર્યરત કરી દેવામાં આવ્યો હતો.

Most Popular

To Top