દર્શન કરવા આવતા શ્રદ્ધાળુ તેમજ ગામજનો પરેશાન
કાલોલ :
કાલોલ તાલુકાના વેજલપુર ગામે ઐતિહાસિક મંદિર જવાના માર્ગ પર ઘૂંટણ સમાં પાણી ભરાયા છે. જેથી દર્શન કરવા આવતા લોકો હેરાન પરેશાન થયા છે.
વેજલપુર ગામનુ ખેડા ફળિયા વિસ્તારમાં આવેલું ઐતિહાસિક પુરાણુ વૈજનાથ મોટા મહાદેવ મંદિર નામથી જાણીતું છે . હાલ થોડા સમય પહેલા મનરેગા યોજના હેઠળ રોડ અહીં બનાવવામાં આવ્યો હતો. જે ગામની સ્થાપના થયા પછી પ્રથમ વખત બનાવવામાં આવ્યો હતો. જેથી કોઈપણ જાતનું લેવલિંગ કર્યા વગર રોડની કામગીરી કરવામાં આવી હોવાથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નહોવાથી મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુ તેમજ ગામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વાળો આવ્યો છે. હાલ પવિત્ર શ્રાવણ માસ તેમજ અન્ય ધાર્મિક ઉત્સવોમા શ્રધ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે ત્યારે મહાદેવ મંદિરે આગળ વરસાદી પાણીમા થઈને જવુ પડે છે. હાલ થોડા સમય પહેલા મનરેગા યોજના હેઠળ હાઈવેથી મહાદેવ મંદિર થઈ નદી સુધી બનેલો રોડ તૂટી મસમોટા ખાડા પડી રોડનું ધોવાણ થયું હોવાથી ભ્રષ્ટાચાર બહાર આવી ગયો છે. તંત્ર દ્વારા તપાસ કરી જે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવામાં આવ્યો છે તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં માંગ ઉઠી છે. હાલ સમગ્ર ગુજરાતમાં મનરેગા યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારની તપાસ ટિમો દ્વારા તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જેથી કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોની તપાસ જરૂરી બની છે. જેથી તંત્ર દ્વારા તપાસ થશે ખરી કે પછી દિવા તળે અંધારૂ રહેશે તે જોવાનું રહયું