રહીશોની કાયદેસરની કાર્યવાહી કરવા તંત્ર પાસે માંગ.
પાવી જેતપુર: પાવી જેતપુર નગરના છોટાઉદેપુર હાઇવે રોડ ઉપર અડિંગો જમાવતા ઢોરો સ્પષ્ટ પણે જોઈ શકાય છે. તેજ રીતે ગામની વચ્ચોવચ તીનબત્તી વિસ્તારમાં પણ ઢોરો નો ત્રાસ છે. વારંવાર સત્તાધીશો , અધિકારીઓને રજૂઆતો કરવા છતાં તંત્રને કાંઈજ દેખાતું નથી. તંત્ર કોઈ ગંભીર અકસ્માત નીરાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

પાવી જેતપુર નગરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરો બજારમાં આવતા જતા લોકો માટે દહેશતનું કારણ બન્યા છે. રોડ પર ખૂણે ખૂણે વિના માલિકીના ઢોરો ફરી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે.

સ્થાનિક ગામલોકોએ ઢોર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેઓએ સ્થાનિક તંત્રને રખડતા ઢોરોને પકડી પાંજરાપોળમાં મોકલવાની તથા ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કડક પગલાં લેવા માંગ કરી રહ્યા છે.