Vadodara

તરસાલીથી ભાયલી સુધી શહેરના અનેક વિસ્તારોમાંથી દબાણ દૂર કરાયા

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણ શાખાએ વોર્ડ નં. 13માં માર્કેટ ચાર રસ્તા નજીકથી ફૂલના પથારા હટાવ્યા હતા. વધુમાં, વોર્ડ નં. 4ના હરણી કૃત્રિમ તળાવ, મીરા ચાર રસ્તા પાસે અને કિશનવાડી UPHC પાસે કૃત્રિમ તળાવની આજુબાજુથી લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા. વોર્ડ નં. 12ના બિલગામ વિસ્તારમાં આવેલા કૃત્રિમ તળાવ નજીકથી પણ દબાણ દૂર કરાયું હતું. વોર્ડ નં. 5ના ઉમા ચાર રસ્તાથી વૃંદાવન ચોકડી સુધી અને વોર્ડ નં. 11ના ભાયલી કૃત્રિમ તળાવ પાસે દબાણ મુક્ત કરાયું હતું. તદુપરાંત, વોર્ડ નં. 13ના રાજમહેલ રોડ પર સી.સી.સી. સેન્ટર નજીકથી બે પથારાવાળાઓને સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા. વોર્ડ નં. 17ના તરસાલી કૃત્રિમ તળાવ પાસેના અનેક વિસ્તારોમાંથી પણ લારી-ગલ્લા દબાણ દૂર કરાયાનું મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

Most Popular

To Top