વડોદરા: વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદી સ્થિત રાયકા દોડકા પાણીના સ્ત્રોત ખાતેથી વડોદરા શહેરમાં પાણી પુરવઠો પૂરો પાડતી પાણીની 1354 મીમી વ્યાસની ફીડર નલિકા સાથે નવીન 1524 મીમી વ્યાસની ફીડર નલિકા જોડવા શટડાઉન લેવાની જરૂરિયાત છે આ સાથે રાયકા દોડકા પાણીના સ્ત્રોત સંલગ્ન શટડાઉન સંબંધિત અન્ય કામગીરી અર્થેદ તારીખ 5-8-2025 ને મંગળવારના રોજ સવારનું પાણી વિતરણ કર્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે.જેથી વડોદરા શહેરના પૂર્વ ઉત્તર તથા દક્ષિણ વિસ્તારને પાણી પૂરું પાડતા વિતરણ મથકો જેવા કે એરપોર્ટ બુસ્ટર કારેલીબાગ પાણીની ટાંકી બકરાવાળી બુસ્ટર ખોડીયાર નગર બુસ્ટર આજવા પાણીની ટાંકી વારસિયા બુસ્ટર વિકલ્પો બુસ્ટર નવલખી બુસ્ટર દરજીપુરા બુસ્ટર જૂનીગઢ બુસ્ટર ફતેપુરા બુસ્ટર નવી ધરતી બુસ્ટર સાધના નગર બુસ્ટર નોર્થ હરણી પાણીની ટાંકી પૂનમ નગર પાણીની ટાંકી સમા પાણીની ટાંકી સયાજી બાગ પાણીની ટાંકી જેલ રોડ પાણીની ટાંકી તથા લાલબાગ પાણીની ટાંકી ખાતેથી તારીખ 5-8-2025 ના રોજ સાંજના સમયે અને તારીખ 6-8-2025 ના રોજ સવારના સમયે પાણી વિતરણ કરી શકાશે નહીં. તમામ કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો પૂર્વ વત થતા તારીખ 6-8-2025 ના રોજ સાંજે વિલંબ અને હળવા દબાણથી પાણી વિતરણ કરવામાં આવશે તેમજ તારીખ 7-8- 2025 થી રાબેતા મુજબ નિયત સમયે પાણી વિતરણ કરવામાં આવશે. વધુમાં નાલંદા અને પાણી ગેટ પાણીની ટાંકી ખાતે આંશિક અસરના ભાગરૂપે આ સમયગાળા દરમિયાનનું પાણી વિતરણ ઓછા સમય તથા ઓછા દબાણથી કરવામાં આવશે.