શહેરી સફાઈના આયોજન સાથે ભવ્ય જનજાગૃતિ અભિયાન શરૂ કરાશે, નાગરિકોને પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે કાપડ થેલીઓ અપાશે
વડોદરા શહેરના સફાઈ કાર્યને વધુ ગતિશીલ અને અસરકારક બનાવવા માટે શુક્રવારે વડોદરા મહાનગરપાલિકા ખાતે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં શહેરની સફાઈ વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તથા અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા. આ બેઠકમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, દરેક ઝોનના વોર્ડ ઓફિસરો અને સંબંધિત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.
અધિકારીઓ શહેરમાં હાલ ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનની સમીક્ષા કરી અને આગામી મહિના માટેની રણનીતિ અંગે ચર્ચા કરી. વિવિધ વોર્ડોમાં સફાઈની કામગીરી વધુ દ્રઢ અને સંકલિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કોર્પોરેટરો સાથે માર્ગદર્શિકા બનાવી આગામી દિવસોમાં દર વોર્ડમાં અભિયાનના કાર્યક્રમો આયોજન કરાશે.
પ્લાસ્ટિકના વધતા ઉપયોગને ધ્યાને લઈ વડોદરા પાલિકાએ એક મહત્વપૂર્ણ પગલાં તરીકે કાપડની થેલીઓ બનાવવાની અને તેને લોકો વચ્ચે વિતરણ કરવાનુંનક્કીકર્યું. જેનાથી નાગરિકો પોતાની દૈનિક જરૂરીયાતમાં પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગમાં ઘટાડો કરી શકે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માત્ર વ્યક્તિગત સફાઈ જ નહીં પરંતુ સામૂહિક જવાબદારીની ભાવના વિકસાવવાનો છે. દરેક વિસ્તારમાં જરૂરી સાધનો, મેનપાવર અને યોજનાબદ્ધ કામગીરીથી નગર સફાઈ માટે સંપૂર્ણ વ્યૂહરચના બનાવાશે.
અધિકારીઓએ જણાવેલ કે આગમી દિવસોમાં સમગ્ર શહેરમાં આવા આયોજનો દ્વારા નવા કાર્યક્રમો સાથે સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લેશે. પાલિકા દ્વારા નાગરિકોને પ્લાસ્ટિક મુક્ત જીવન તરફ પ્રોત્સાહિત કરવા અભિયાનને વધુ વિસ્તૃત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આગામી મહિના સુધી વોર્ડ વાર સફાઈ અભિયાન ચાલશે સાથે સાથે કાપડની થેલીઓનો મહત્તમ ઉપયોગ કરવા માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરાશે,
નાગરિક ભાગીદારીથી શહેરને ક્લીન અને ગ્રીન બનાવવાનો દૃઢ સંકલ્પ