આરોપીઓએ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સંગઠિત રીતે પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ આચર્યા હોવાનો સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો
આ સંગઠિત ગેંગના પાંચ જેટલા ભાગતા ફરતા આરોપીને ઝડપવાના બાકી
(પ્રતિનિધિ ) વડોદરા તા.01
રાજ્યમાં વિવિધ શહેરો અને ગ્રામ્યમાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓમાં પકડાયેલા આઠ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ 90 દિવસની અરજી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (ગુજસીટોક) રઘુવીર પંડ્યા દ્વારા સ્પેશિયલ જજ (ગુજસીટોક) ની અદાલતમાં રજૂ કરતાં અરજી મંજૂર કરવામાં આવી છે.
રાજ્યના અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોપીઓએ સંગઠિત ગેંગ તરીકે પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ આચર્યા હોવાના મામલે સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક એક્ટ 2015 ની કલમ 3(1)ની પેટા (2),3(2),3(4) અને 3(5)મુજબનો ગુનો તા.10-5-2025ના રોજ બપોરે 2 વાગ્યે નોધાયો હતો જેમાં આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. આ આરોપીઓએ સંગઠિત સિન્ડિકેટ તરીકે પોતાની ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલું રાખી હતી અને સંગઠિત ગુનાઓ રાજ્યના વડોદરા શહેર, અમદાવાદ ગ્રામ્ય, મોરબી તથા રાજકોટમાં પણ પોતાનું નેટવર્ક ઉભું કરી ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલુ રાખી હતી ત્યારે આ તમામ આરોપીઓની તપાસ માટે વધુ સમયની જરૂર હોય ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ 90 દિવસની અરજી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યા દ્વારા સ્પેશિયલ જજ (ગુજસીટોક) ની કોર્ટમાં માંગણી કરી હતી જેને ગ્રાહ્ય રાખવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓના નામ સરનામા
1.છબીલનાથસિંહ ઉર્ફે પ્રદિપ રાજા કૌશલ રાજપૂત, રહે.ઉન્નાવ, કાનપુર ઉ.પ્ર.
2.રવિ ઉર્ફે જીગો ચામડો ઠાકોરભાઇ માછી રહે.વાઘોડિયારોડ, વડોદરા
3.નિલેશ ઉર્ફે નિલુ ભઇજી નાથાણી રહે.માધવનગર, આજવારોડ, વડોદરા
4.ઓમપ્રકાશ પુનમારામ પંવાર (બિશ્નોઇ) રહે.ઝાલોર, રાજસ્થાન
5.જગદીશ ઉર્ફે જે.ડી.પપ્પુરામ સાહુ (બિશ્નોઇ) રહે. ઝાલોર, રાજસ્થાન
6.સુરેશ ઉર્ફે રોહિત ઉર્ફે સુનીલ કાશીરામ ઢાકા રહે. ઝાલોર, રાજસ્થાન
7.સુનિલકુમાર ઉર્ફે દલપત સિંહ બિશ્નોઇ રહે. બાડમેર, રાજસ્થાન
8.રવિ નાઉમલ કુકરેજા રહે.માધવનગર, આજવારોડ, વડોદરા
નહિં પકડાયેલા આરોપીઓના નામ સરનામા
1.નારાયણ ઉર્ફે નરેશ ભારમલજી બિશ્નોઇ રહે. સાંચોર, રાજસ્થાન
2.અશોક પુનમારામ પંવાર (બિશ્નોઇ), રહે. ઝાલોર, રાજસ્થાન
3.ધવલ પુનમારામ બિશ્નોઇ (જાની) રહે.ઝાલોર , રાજસ્થાન
4.શ્રવણકુમાર ક્રિશ્નારામ બિશ્નોઇ રહે. ઝાલોર, રાજસ્થાન
5.ઘેવરચંદ ભાગીરથરામ બિશ્નોઇ,રહે. સાંચોર, રાજસ્થાન