પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને ઝડપી પાડ્યો, બંનેનું મેડિકલ કરાવાયું
પ્રતિનિધિ વડોદરા તા.1
માંજલપુર વિસ્તારમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તેના જ ક્લાસમાં ભણતી 16 વર્ષીય સગીર વિદ્યાર્થિની ઉપર વારંવાર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. માતાએ વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી પાડ્યો હતો અને પીડીતા આરોપીનું મેડિકલ કરાવાયું હતું. આરોપી પણ માઇનોર તેની વિરુદ્ધ જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શાળામાં 16 વર્ષની વિદ્યાર્થિની સાથે અન્ય 17 વર્ષીય વિદ્યાર્થી ધોરણ 12માં એક જ ક્લાસમાં અભ્યાસ કરે છે. દરમિયાન વિદ્યાર્થી તેના મિત્રના ઘરે વિદ્યાર્થિનીને લઈ ગયો હતો અને તેના ઘરે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ઉપરાંત અન્ય બેથી ત્રણ જગ્યા પર લઇ જઇને આ રીતે વારંવાર શારીરિક સંબંધ બાંધતો હતો. જેથી આરોપી અને પીડીતા એક સાથે ભણતા હતા અને ઘરે સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં રહેતા હતા. આ દરમિયાન વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીના સંબંધો બાબતે સગીરાની માતાને જાણ થઈ હતી. જેથી માતાએ દીકરીની પૂછપરછ કરતા સમગ્ર ઘટનાની વિદ્યાર્થિનીએ તેની માતાને જાણ કરી દીધી હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલી સગીરાની માતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. માંજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં સગીરા સાથે વારંવાર શરીર સંબંધ બાંધનાર સગીર વિદ્યાર્થિને ઝડપી પાડ્યો હતો અને પીડિતા અને આરોપી બંનેનું મેડિકલ કરાવવામાં આવ્યું છે. આરોપી પીડિતાને કયા કયા સ્થળ પર લઇ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.