વડોદરાના વાઘોડિયારોડ , મનન પાર્ક સ્થિત દશામાંનાં મઢ ખાતે દશા માંની સાંઢણીની આંખમાંથી ઘીની ધારા વહે છે, જે અદભુત ચમત્કારનાં દર્શન કરવા માટે માઇ ભકતોનું ઘોડાપુર
વડોદરા: દિન દુઃખિયાનાં દુઃખ દૂર કરતી દેવી એટલે માં દશા માંનાં પર્વ -વ્રતનો મહિમા અપરંપાર રહ્યો છે. દરવર્ષે શ્રદ્ધાળુ માઇ ભકતો પોતાના નિવાસ સ્થાને માં દશાની મૂર્તિ ની સ્થાપના કરીને માતાજીનાં વ્રતની પૂજા અર્ચના કરી ને ભક્તિભાવના છલકાવતા હોય છે. ત્યારે વડોદરા શહેરનાં વાઘોડીયા રોડ પર મનન પાર્ક ખાતે વર્ષો જૂનું દશા માંનું મંદિર આવેલું છે. આ દશા માઁનાં મઢ ખાતે દશા માંનાં પર્વ માં દશા માની મૂર્તિ ની દસ દિવસ સુધી સ્થાપના કરવામાં આવે છે. જ્યાં એક અદભૂત ચમત્કાર જોવા મળે છે . અહીં દશામાંની સાંઢણીની ડાબી આંખ માંથી ઘીની અવિરત ધારા વહે છે.
આરતી નાં સમયે સીતા માતાનાં હાથમાંથી કંકુ ઝરતું હોય છે. આ અદભુત ચમત્કાર નાં દર્શન કરવા માટે માઇ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતુ હોય છે. આ અદભૂત ચમત્કારના દર્શન કરીને માઇ ભકતો પોતાને નસીબદાર માની રહ્યા છે .
શહેરમાં રહેતા એક મહિલા તબીબ પણ આ દશામાંનાં મઢે અદભુત ચમત્કારનાં દર્શન કરવા માટે મુંબઈ સ્થિત પોતાના પતિ રાજને માટે મુંબઈ થી બોલાવ્યા હતા. તેમને માતાજીનાં ચમત્કાર નાં દર્શન કરવાનો મોકો મળ્યો તેને ચમત્કાર ગણાવ્યો હતો અને હવેથી દર વર્ષે દર્શન કરવા આવશે તેમ જણાવ્યું હતું.
અહીં વડોદરા શહેર જિલ્લા જ નહીં પરંતુ રાજ્યમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ શ્રધ્ધાળુઓ આ ચમત્કારના દર્શનાર્થે મોટી સંખ્યામાં આવે છે અહીં આરતી સમયે દર્શન માટે દોઢ કિલોમીટર લાંબી કતારોમાં શ્રદ્ધાળુઓ જોવા મળે છે.