Vadodara

વડોદરામાં ગણેશોત્સવના બેનરો જબરદસ્તી હટાવતા મંડળોમાં આક્રોશ

ધાર્મિક તહેવારોના બેનરો હટાવતાં શહેરના પંડાલોમાં આક્રોશ

જૂદા-જુદા મંડળોએ લોકભાવના મુજબ નિર્ણય લેવાની માંગ ઊઠાવી

વડોદરા: વડોદરા શહેરમાં ગણેશોત્સવ અને જન્માષ્ટમી જેવા ધાર્મિક તહેવારો માટે મૂકાયેલા બેનરો અને પોસ્ટરો મહાનગરપાલિકા દ્વારા અચાનક હટાવવા નિર્ણય લેવાતા ગણેશ પંડાલો, મંડળોમાં આક્રોશ ફેલાયો છે. આ નિર્ણયને લઈને શહેરના અનેક ગણેશ પંડાલો અને મંડળોમાં અચાનક અસંતુષ્ટિ ફેલાઈ છે.

શહેરના પ્રતાપમડઘા પોળના ગણેશ મંડળના આગેવાન જય ઠાકોરે પાલિકાને સ્પષ્ટ રીતે પોતાની વાત કહીને વિરોધ કર્યો છે. તેમણે પાલિકાના અધિકારીઓને સમજાવતી ચેતવણી આપી કે સ્થાનિક તહેવારોમાં પારંપરિક રીતે બેનરો મૂકાય છે અને તેને દૂર કરવું યોગ્ય નથી. તેઓએ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને સંબોધીને ફેસબુક લાઈવ દ્વારા પોતાની માંગ ઇચ્છા વ્યક્ત હતી.
સાથે જ, શહેરના વિવિધ ગણેશ મંડળો અને પુજા આયોજકોએ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે બેનરો મૂકવાની પરવાનગી મળી રહે તેવી માંગ શાંતિ પૂર્વક ઉઠાવી છે.
અત્યાર સુધી શહેરના ઘણા વિસ્તારોમાં બેનરો કાઢી નાખવામાં આવ્યા છે, જેના કારણે કેટલાક પંડાલોમાં તહેવારની તૈયારી પણ ખોરવાઈ છે. જુદા-જુદા વિસ્તારમાં રહેતાં લોકોનું પણ એ કહેવું છે કે પાલિકાએ
નિયમ લાવવા પહેલાં પાલિકાએ બધા મંડળોને સાથે બેસી નિર્ણય માટે બેઠક કરી લોકો શું ઇચ્છે છે તે વિચારીને જ નિર્ણય લેવો જોઈએ, અને લોકભાવના મુજબ નિર્ણયો લેવા જોઈએ.
તહેવારની શાંતિ અને લોકોને કોઈ મુશ્કેલી ના પડે, એ પ્રમાણે સમજૂતીના આધાર પર નિર્ણય લેવાય તેવી સમગ્ર શહેરમાંથી માગ ઉઠી રહી છે.

Most Popular

To Top