વડોદરા: રાજમહેલ રોડ પર આવેલા કુંજ પ્લાઝા ખાતે સતત વરસાદના કારણે વરસાદી પાણી ભરાવાની ફરી ઘટના સામે આવતા મહાનગરપાલિકાએ બિલ્ડિંગ માલિકોને તાત્કાલિક પાણી ખાલી કરવાની ચેતવણી આપતી નોટિસ આપી છે. પણ ફરીવાર આવી સ્થિતિ સર્જાઈ તો કડક પગલાં લેવાશે એવી પાલિકા તરફથી ચેતવણી આપવામાં આવી છે. મચ્છરજન્ય રોગચાળો ફેલાવાના ખતરા સામે શહેરનાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરાયા છે.
વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન સતત વરસતા વરસાદના કારણે રાજમહેલ રોડ પર કુંજ પ્લાઝા બિલ્ડિંગ ફરી એક વાર વિવાદમાં આવ્યું છે. બિલ્ડિંગ ના ધાબા તથા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદી પાણી ભરાઈ જતા ત્યાં મચ્છર ઉછેર યોગ્ય પરિસ્થિતિ સર્જાઈ છે.
શહેરના આરોગ્ય વિભાગની ટીમે તાજેતરમાં સ્થળ પર તપાસ કરતાં સામે આવ્યું કે સ્થળે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા રોગો ફેલાવવાનો મોટો ખતરો છે. જેથી મહાનગરપાલિકાએ કુંજ પ્લાઝા બિલ્ડિંગ માલીકોને નોટિસ આપી છે અને પાણી તાત્કાલિક દૂર કરવાની સૂચના આપી છે.
પાલિકા દ્વારા નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે જો વારંવાર આવી પેરિસથી થશે તો કડક પગલાં લેવામાં આવશે. પાલિકા દ્વારા જાહેરમાં મોટી જવાબદારીપૂર્વક સ્વચ્છતા અંગેની અપીલ પણ કરી છે કે દરેક નાગરિક તેમના આસપાસ પાણી ભરાવું નહીં થાય તેની કાળજી લે.
પાલિકા સહીત આરોગ્ય તંત્ર સજાગ છે, શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગિંગ, લાર્વા મશીનનો છંટકાવ અને ઘરમાં સફાઈ અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.
પાલિકાએ આ પહેલાં પણ કુંજ પ્લાઝાને નોટિસ અપાઈ હતી. ઉપરાંત, બિલ્ડિંગ અંગે જમીન વિવાદ તથા અનધિકૃત બાંધકામના મુદ્દે પણ જાણીતી છે. અગાઉ 23 જૂને પણ પાલિકા દ્વારા બિલ્ડિંગના ડેવલપરને બાંધકામ પરવાનગી બાબતે સ્પષ્ટતા માંગતી નોટિસ આપવામાં આવી હતી.