Dahod

ટેલિગ્રામ લિંકના ભરોસે વધુ વળતરની લાલચે દાહોદના વેપારીએ રૂ.19.44 લાખ ગુમાવ્યા

દાહોદ :

દાહોદ શહેરમાં એક ૨૬ વર્ષિય વેપારી યુવક ૧૮ જેટલા બેન્ક ધારકો તેમજ અજાણ્યા ઈસમો દ્વાર સોશીયલ મીડીયાના ટેલીગ્રામ મારફતે નાણાં કમાવવાની લાલચ આપી યુવકના બેન્ક ખાતામાંથી અલગ અલગ સમયગાળા દરમ્યાન કુલ રૂા.૧૯,૪૪,૭૦૪ની માતબર રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથક દાહોદ ખાતે ફરિયાદ નોંધાંતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે.

દાહોદ શહેરમાં નાના ડબગરવાસ, દોલતગંજ બજાર વિસ્તાર ખાતે રહેતાં ૨૬ વર્ષિય વેપારી પિયુષભાઈ યોગેશભાઈ દેવડાને ગત તા.૨૮.૦૩.૨૦૨૫ના સમયગાળા દરમ્યાન સોશીયલ મીડીયાના ટેલીગ્રામમાં મેસેજ આવ્યો હતો અને ૧૦થી ૧૫ મીનીટમાં કોઈ પણ જગ્યાએ ઈન્વેસ્ટ કર્યા વગર રૂા.૮૦૦થી ૧૦૦ રૂપીયા કમાવવાની લાલચ આપવામાં આવી હતી. આ બાદ એક લીંક પિયુષભાઈને મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી લીંકમાં અલગ અલગ બિલ્ડીંગના રિવ્યુ અપાવી વધારે પ્રોફીટ બતાવી અલગ અલગ લીંકોમાં ઈન્વેસ્ટમેન્ટ સ્કીમો રોકાણ કરાવી ઉંચા વળતરની લાલચ આપી હતી અને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં અલગ અલગ તારીખે એટલે કે, તારીખ ૨૮.૦૩.૨૦૨૫થી તારીખ ૧૧.૦૪.૨૦૨૫ના સમયગાળા દરમ્યાન કુલ રૂા.૧૯,૪૪,૭૦૪ અલગ અલગ ૧૮ જેટલા ઈસમોએ અલગ અલગ બેન્ક ખાતાઓમાં ભરાવડાવી પિયુષભાઈ દેવડાના લીંક એકાઉન્ટની સ્કીમ પર રૂા.૩૯,૧૨,૧૪૫ બતાવેલ રકમ નહીં આપી અને મુળ રકમ પણ નહીં આપી પિયુષભાઈ દેવડા સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં આ સંબંધે પિયુષભાઈ યોગેશભાઈ દેવડાએ સાયબર ક્રાઈમ પોલીસ મથક દાહોદ ખાતે ફરિયાદ નોંધાંવતાં પોલીસે આ સંબંધે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————–

Most Popular

To Top