Kalol

કાલોલ મામલતદાર કચેરીમાં વિધવા સહાય અને વૃદ્ધ પેન્શન કેવાયસી કરાવવા ભીડ ઉમટી

કર્મચારી રજા પર જતા મહિલાઓને પરેશાની
કાલોલ :
કાલોલ મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજના હેઠળ કેવાયસી કરાવવા માટે તાલુકાભરની વિધવા મહિલાઓ પોતાના સગા સંબંધી સાથે વહેલી સવારે મામલતદાર કચેરીમાં પહોચતા હોય છે. આજ રોજ કોમ્પુટર ઓપરેટ કોઈક કારણસર રજા પર ઉતરી જતા વિધવા સહાય માટે કેવાયસી કરાવવા આવેલી સંખ્યાબંધ મહિલાઓ રઝળી પડી હતી. મીડિયા દ્વારા કાલોલ મામલતદારને રજૂઆત કરતા રેકર્ડ વિભાગના કર્મચારીને મોકલી આપી કેવાયસીના દસ્તાવેજો ઉઘરાવી લઈ મહિલાઓને વિદાય આપવામાં આવી હતી. વૃદ્ધ પેન્શન યોજનાના કેવાયસીમાં પણ સંખ્યાબંધ વૃદ્ધો કચેરીમાં પહોંચ્યા હતા. કાલોલ તાલુકાના જૂદા જુદા ગામોમાંથી વિધવા મહિલાઓ જે પૈકી કેટલીક મહિલાઓ ચાલી શકે તેમ નથી. તથા અત્યંત નિઃસહાય હાલતમાં મામલતદાર કચેરીના મેડા પર પહોંચી હતી પરંતુ જવાબદાર કર્મચારી હાજર ન હોય મહિલાઓ હેરાન થઈ રહી હતી.

Most Popular

To Top