મહાન વિચારક એલ્વીન ટૉફલરનું એક ભવિષ્ય કથન એવું કહે છે કે, ‘આવતીકાલની દુનિયા માણસ નહીં પણ મગજ એટલે કે ટેક્નોલૉજી પર આધારિત હશે’ પણ એથીયે મોટી વાત એલ્વીન ટૉફલરે એ કહી છે કે, ‘આ ટેક્નોલૉજી વિશ્વભરમાં થતા સંશોધનોને કારણે એટલી ઝડપથી બદલાશે કે તમે રાત્રે સૂઈને સવારે જાગો અને તમારી જાતને અપડેટ કરીને તૈયાર નહીં થાવ તો તમે હરીફાઈમાં ક્યાંય ફેંકાઈ જશો.’
આપણે ત્યાં જાપાનના નાણાં અને ટેક્નોલૉજી સાથેની બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડવાની છે. સમયપત્રકથી તો એ ઘણી પાછળ છે. હજુ પણ એના રસ્તામાં બાંધકામની ગુણવત્તાથી માંડીને સમન્વયના અનેક પ્રશ્નો માથું ઊંચકી રહ્યા છે. આપણે માની લઈએ કે આવનાર બે-ત્રણ વર્ષમાં (આ ખૂબ આશાવાદી વર્તારો છે) આ બુલેટ ટ્રેન દોડતી થશે તો પણ એની મહત્તમ ગતિ ૩૦૦ કિ.મી.ની આજુબાજુ હશે. આપણે ખુશ છીએ કે હવે બધું સમુંસૂતર ચાલે તો અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર ત્રણેક કલાકમાં કાપી શકીશું.
‘વંદે ભારત’ ટ્રેનોની સફળતાએ આશાના આ યંત્રમાં ઈંધણ પૂરવાનું કામ કર્યું છે. હજુ બુલેટ ટ્રેનનું સ્વપ્ન સાકાર થવાનું બાકી છે. ક્યારેક રૂઢિચુસ્ત વિચારો કરવાવાળા નકારાત્મક વિચાસરણીથી દોરવાઈને એવા નિઃસાસા નાખે છે કે, અત્યારે હયાત નથી તેવા જાપાનના પૂર્વ વડાપ્રધાન શીનઝે આબેના સત્તાકાળ દરમિયાન આ પ્રોજેક્ટ કરારબદ્ધ થયો હતો. ખૂબ જ મહત્ત્વાકાંક્ષી એવા આ પ્રોજેક્ટ સામે અનેક વિઘ્નો આવ્યા અને આવશે પણ એ હજુ સાકાર થયો નથી, એ વાસ્તવિકતા તો સ્વીકારવી જ રહી. આ દરમિયાનમાં દુનિયા કાંઈ આપણી રાહ જોઈને નથી બેસી રહી.
થોડાક સમય પહેલા ચીને ટ્રાયલ રન તરીકે ‘મેગ્લેવ’ ટેક્નોલૉજી એટલે કે મેગ્નેટીક લેવીગેશન ટેક્નોલૉજી ઉપર આધારિત ૬૦૦ કિ.મી. કરતા વધુ ઝડપે દોડી શકે એવી ટ્રેનનો પ્રાયોગિક રન એટલે કે ટેસ્ટ લઈ લીધો છે. આ મેગ્નેટીક લેવીગેશન ટેક્નોલૉજી એટલે ચુંબકીય ક્ષેત્ર ઉપર આધારિત પાટાથી ઊંચકાઈને હવામાં ગતિ કરતી ટ્રેન માટે વપરાનાર ટેક્નોલૉજી છે. આમ થવાને કારણે ઘર્ષણને કારણે ખવાઈ જતી ઊર્જા શૂન્ય થઈ જાય છે અને બળતણનો પૂરેપૂરો ઉપયોગ આ ટ્રેનના ચાલકબળ તરીકે થાય છે.
એવા સમાચારો પણ છે કે ચીને દુનિયામાં કોઈ પણ બે સ્થળો વચ્ચે માત્ર એક કલાકની મુસાફરી કરીને પહોંચી શકાય એ પ્રકારના વિમાનનો ટેસ્ટ લઈ લીધો છે. તમે અમદાવાદ, વડોદરા કે સુરતમાં હોવ અને જર્મની, ફ્રાન્સ, બ્રિટન જેવા યુરોપિયન દેશ, અમેરિકા કે ઑસ્ટ્રેલિયા અથવા પછી ચીનના કોઈ શહેરમાં મિટિંગ માટે જાઓ (જોકે એ માટેની જરૂરિયાતો પણ ઘટતી જવાની છે) તો માત્ર એક કલાકમાં પહોંચી શકશો. દુનિયા કઈ દિશામાં જઈ રહી છે તેનો આ તો એક માત્ર દાખલો છે, જે એલ્વીન ટોફલરને સાચો પાડે છે.
ચીનની નવી મેગ્લેવ ટ્રેન દુનિયાભરમાં ઊડાઊડ કરતા જેટ વિમાનોની સરખામણીમાં વધુ ગતિએ તમને મુસાફરી કરાવશે. ચીનની આ ટ્રેન ૨૦૨૬ના અંત સુધીમાં કાર્યરત બને તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવે વિચાર કરો આવી ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ જવું હોય તો ૪૫થી ૫૦ મિનિટમાં જઈ શકાય. વ્યાપાર-ધંધા વિસ્તારવા તેમજ સાંસ્કૃતિક આદાન-પ્રદાન માટે આખા દેશને આવા ઝડપી નેટવર્કથી જોડી દેવાય તો બેકારી દેશ નિકાલ થઈ જાય પણ આપણે ત્યાં તો વિમાની સેવાઓ પણ સલામત હોય તેવો વિશ્વાસ ઘટતો જાય છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અને સુરતના રન-વે અસલામત છે.
એરપોર્ટ ઓથોરિટીએ ગુજરાત સ૨કારને રન-વેના વિસ્તરણ માટે જમીન માપણી તેમજ તેના આડે આવતાં બાંધકામો દૂર કરવાની માગણી ઘણા વખત પહેલાં કરી છે પણ ગુજરાત સરકારના પેટનું પાણી હાલતું નથી. ઍર ઇન્ડિયાની અમદાવાદ-લંડન ફ્લાઇટ-૧૭૧ના કમનસીબ અકસ્માતને કારણે અમદાવાદ ઍરપોર્ટની આ ક્ષતિઓ સામે આવી છે. સુરત એરપોર્ટનો રન-વે આજે પણ તકલીફો વચ્ચે કામ કરે છે. સુરતમાં નિયમોને ઐસીતૈસી કરીને રન-વેના રસ્તામાં વધારે ઊંચાઈના મકાનો બન્યા છે અથવા લાંચિયા સરકારી તંત્રની મીલીભગતમાં બન્યા છે. સુરત એરપોર્ટનો રન-વે ગટર લાઇન ઉપરથી પસાર થાય છે અને ગમે ત્યારે અગનગોળો અને ધડાકો થાય તેવી ઓએનજીસીની પાઇપ લાઇન હટાવવાની ઓએનજીસી ના કહે છે.
આ બધાં સરકારી તંત્ર ખાતે જોડાયેલાં ખાતાં અલગ અલગ રજવાડાની માફક કેમ વર્તે છે? ગુજરાતમાં કોઈ એક શહેરની સૌથી વધારે મુલાકાત લેતા હોય એવું આપણા લાડીલા પ્રધાન મંત્રીશ્રીનું લાડીલું શહેર સુરત છે. ગુજરાત રાજ્ય ભારતીય જનતા પ્રદેશના પ્રમુખ તરીકે પાંચ વર્ષનો વિક્રમ જેમણે હમણા જ પૂરો કર્યો તે ચંદ્રકાંતભાઈ પાટીલ સુરતના સર્વેસર્વા છે. યુવાન અને તરવરિયાભાઈ શ્રી હર્ષ સંઘવી રાજ્યના ભલભલા ચમરબંધીને પણ નહીં છોડીએ એવી હાક ગજાવતા ગૃહમંત્રી, બગાસું ખાતાં પતાસું મોંમા પડે એ રીતે વગર ચૂંટણીએ બિનહરીફ બની જનાર સાંસદભાઈ શ્રી મુકેશ દલાલ સુરતના ભણેલ ગણેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો પણ સુરતની આ દશા? અને સુરતનું ડાયમંડ બુર્શ કેમ ખાલી પડ્યું રહે છે એનું એક મહત્ત્વનું કારણ પણ ઝડપી અને સલામત ટ્રાન્સપોર્ટ સેવાઓ તેમજ અન્ય આંતરમાળખાકીય સેવાઓનો અભાવ ગણી શકાય?
વાત તો આપણે કરતા હતા ચીનની મેગ્લેવ ટ્રેનની. આ લેખની શરૂઆતમાં જ કહ્યું છે કે એલ્વીન ટૉફલરનું બીજું કથન એવું છે કે, ટેક્નોલૉજીના બદલાવની ઝડપ એટલી હશે કે, ‘તમે રાત્રે સૂઈને સવારે જાગશો અને તમારી જાતને અપડેટ નહીં કરો તો પાછળ ફેંકાઈ જશો.’ મેગ્લેવ ટ્રેનની બાબતમાં પણ ‘શેરને માથે સવાશેર જાગ્યો’ એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. જાપાન દ્વારા ચીન કરતા પણ ઝડપી હોય એવી એવી મેગ્લેવ ટ્રેન ડેવલોપ કરવામાં આવી રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.