Vadodara

બાપોદ જકાતનાકાની ગંદકી તાત્કાલિક દૂર થઈ, નાગરિકો-સામાજિક કાર્યકર દ્વારા ‘ગુજરાતમિત્ર’ને આભાર પત્ર

સ્થાનિકો દ્વારા પૂર્વ વિસ્તારમાંથી ગંદકી બાબતે કરાયેલી પાલિકામાં રજૂઆત બાદ યોગ્ય કામગીરી નકારતા ‘ગુજરાતમિત્ર’ના સમાચાર પ્રકાશન પછી; સફાઈની કામગીરીથી વિસ્તારોમાં રોષ થમ્યો, ભવિષ્યમાં પણ નિયમિત કાર્યવાહીની માગ.

Before 👇

After 👇

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર જુના બાપોદ જકાતનાકા વિસ્તારમાં સફાઈને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમયાંતરે સ્થળ પર કચરાના ઢગલા, ઉભરાતા ડ્રેનેજના પાણી તથા અસહ્ય ગંદકીના કારણે સ્થાનિકોએ તંત્ર સામે અનેકવાર ફરિયાદો કરી હતી. પરંતુ તંત્ર દ્વારા યોગ્ય અને પ્રભાવશાળી પગલાંના લેવાતા નાગરિકો આંદોલનની તૈયારીમાં હતાં.ગઈ કલે “ગુજરાતમિત્ર” અખબાર દ્વારા આ મામલાને ઉઠાવવામાં આવતાં વડોદરા મહાનગર પાલિકા તાત્કાલિક હરકતમાં આવી હતી. પાલિકા દ્વારા સવારે સ્થળ પર ટીમ મોકલી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી. રસ્તા પરથી કચરો અને કાદવ હટાવવામાં આવ્યા તથા ડ્રેનેજ વ્યવસ્થા જોવાઈ.
આ ત્વરિત કામગીરીથી વિસ્તારના સામાજિક કાર્યક રાજેશ ગોડિયા તથા સ્થાનિક નાગરિકોએ હાશકારો અનુભવ્યો અને “ગુજરાતમિત્ર” ટીમને પત્ર લખી આભાર વ્યક્ત કર્યો. ત્યાંના નાગરિકો તેમજ સમાજ સેવકોએ જણાવ્યુ કે ગુજરાતમિત્રના જાગૃત પડકાર બાદજ તંત્ર મોજુદ પરિસ્થિતિ સામે સજાગ થયું છે અને આશા છે કે આવા તાત્કાલિક પગલાં ભવિષ્યમાં પણ ચાલી રહે.
તે જ સાથે સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર રાજેશ ગોડિયાએ અપીલ કરી કે સફાઈ તથા ડ્રેનેજ ઓછું જ નહિ, પરંતુ આવી કામગીરી માત્ર અત્યારે જ નહિ, પણ લાંબા સમય સુધી નિયમિત રહે અને તેનું કાયમી ઉકેલ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી તંત્ર ભવિષ્યની યોજના ઘડે.

Most Popular

To Top