ટીવાય બીકોમ હોનર્સની પ્રવેશ પ્રક્રિયા ઘોંચમાં : ફી રિસીપ વિના વિદ્યાર્થીઓને હાલાકી
વિદ્યાર્થીઓ સ્કોલરશીપ મેળવવા અને ટ્રાવેલિંગ પાસ કઢાવવા મુશ્કેલીમાં મૂકાયા


( પ્રતિનિધી )વડોદરા,તા.30
એમ.એસ.યુનિવર્સીટીમાં ટી.વાય. બીકોમ હોનર્સની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. બીજી તરફ સ્કોલરશીપના ડિજિટલ ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ગઈ છે. જેના માટે ફી રિસીપની જરૂર પડતી હોય છે,ત્યારે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગ સાથે વિદ્યાર્થી સંગઠન એજીએસયુ દ્વારા યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ કરી ઈ. વીસીને રજૂઆત કરવામાં આવી હતી.

ટીવાય બીકોમ હોનર્સના ક્લાસ શરુ કરી દેવામાં આવ્યા છે. વર્તમાનના સમયમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશીપના ફોર્મ પણ રાજ્ય સરકાર દ્વારા શરુ કરી દેવામાં આવ્યા છે. જેમાં એસસી, એસટી, SC, ST તથા ઓબીસીના વિધાર્થીઓ આ ફોર્મ ભરીને સ્કોલરશીપનો લાભ મેળવે છે. પરંતુ કોમર્સ ફેકલ્ટીમાં હજુ સુધી ટીવાય બીકોમ હોનર્સની એડમિશન પ્રક્રિયાજ શરુ કરવામાં આવી નથી. જે થી વિદ્યાર્થીઓની આ વર્ષ શૈક્ષણિક વર્ષ 2025-26 ની ફી પેમેન્ટ રિસીપ તેમને મળી શકે તેમ નથી. જે ફરજીયાત હોય છે. સ્કોલરશીપનું ફોર્મ ભરવા માટે. સાથે આ ફી પેમેન્ટ રિસીપ ઉપર વિધાર્થીઓ બસના તથા રેલવેના પાસ કઢાવતા હોય છે. નવી શિક્ષણ નીતિ સરકાર દ્વારા વર્ષ 2023 થી જ લાગુ કરી દેવામાં આવી હતી. તો અત્યાર સુધી યુનિવર્સિટી દ્વારા ટીવાય બીકોમ હોનર્સના એડમિશન પ્રક્રિયા માટે સ્ટ્રક્ચર કેમ તૈયાર કરવામાં આવ્યું નથી. તેવા અનેક સવાલો સાથે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન વિદ્યાર્થી સંગઠનના આગેવાન પંકજ જયસ્વાલ દ્વારા ઈન્ચાર્જ વીસી પ્રો.ધનેશ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. યુનિવર્સિટીના સત્તાધીશોની લાપરવાહીના કારણે વિધાર્થીઓને જે નુકસાન હાલમાં થઇ રહ્યું છે, તેની જવાબદારી કોણ લેશે ? ત્યારે, તાત્કાલિક ધોરણે એડમિશન પ્રક્રિયા શરુ કરવામાં આવે. જેથી વિધાર્થીઓ ફી પેમેન્ટ કરી એડમિશન મેળવી શકે. વિદ્યાર્થી સંગઠનના આગેવાન પંકજ જયસ્વાલ દ્વારા ભારે સૂત્રચાર કરી એક્ઝામિનેશન ઓફિસનો ઘેરાઓ કરવામાં આવ્યો હતો. ત્યારે ઈ.વીસી પ્રો.ધનેશ પટેલ અને પંકજ જયસ્વાલ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા.