Vadodara

VMCની પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશમાં 92 કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા અને પર્યાવરણની રક્ષા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની અખબારી યાદી અનુસાર, ૧૯ જૂન ૨૦૨૫થી ૨૯ જુલાઈ ૨૦૨૫ સુધી શહેરના તમામ વોર્ડમાં સપાટો બોલાવવામાં આવ્યો હતો. ઝુંબેશ દરમિયાન દરેક વોર્ડની ટીમોએ બજારો, શોપિંગ મોલ, ફૂડ સ્ટોલ અને અન્ય જાહેર સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓના ઉપયોગ માટે ચેકિંગ હાથ ધર્યું હતું. તંત્ર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરી કુલ રૂ. ૩,૯૯,૮૫૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. સાથે જ ૯૨ કિલોગ્રામ સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા જહેર કરવામાં આવ્યું છે કે, આગામી સમયમાં શહેરના વિવિધ NGO, રેસિડેન્સ વેલફેર એસોસિએશનો, શાળાઓ અને ઇકો ક્લબો જેવા સંગઠનોને પણ આ ઝુંબેશ સાથે જોડવામાં આવશે જેથી વધુ લોકોને પ્લાસ્ટિકના વિકલ્પ અપનાવવા માટે જાગૃત કરી શકાય.

Most Popular

To Top