ગોધરા શહેરના લોકોમાં ગમગીનીનો માહોલ છવાયો
કાલોલ:
કફાલત ચેરીટેબલ ટ્રસ્ટ ગોધરાની એમ્બૂલન્સનો સિદ્ધિ હોટલની સામે બાયપાસ રોડ ગોધરામાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ડ્રાયવર અરશદ જાબરનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થતા લોકોમાં ગમગીની માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતા લોક ટોળા ઉમટી પડયા હતા.

પ્રાપ્ત મળતી માહિતી મુજબ કફાલત ટ્રસ્ટ ગોધરાની એમ્બૂલન્સ શહેરાથી વડોદરા તરફ એમ્બ્યુલન્સમાં દર્દીને લઈ વડોદરા સારવાર અર્થે જઈ રહી હતી. તે સમયે એમ્બૂલન્સનો સિદ્ધિ હોટલની સામે બાયપાસ રોડ ગોધરા પાસે એક કન્ટેનર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર સર્જાયો હતો કે તેમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી અને ડ્રાયવરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેથી અકસ્માતમાં ડ્રાયવરના પરિવારજનો તેમજ ગોધરા શહેરમાં ગમગીનીનો માહોલ છવાયો હતો