સીઝનમાં વરસેલા સરેરાશ વરસાદનો કુલ આંક વધીને 511 મિલીમીટર, યાને કે 20.5 ઇંચ સુધી પહોંચ્યો
શિનોર:;વડોદરા જીલ્લાના શિનોરમાં અત્યાર સુધી વરસેલા વરસાદનો સરેરાશ આંક ઓગણીસ ઇંચ થયો હતો.જે બાદ રવિવારની સવારથી આજ સવાર સુધીમા વધુ દોઢ ઇંચ વરસાદ વરસતાં, સરેરાશ વરસેલા વરસાદનો કુલ આંક વધીને 511 મિલીમીટર યા ને કે 20.5 ઇંચ સુધી પહોંચ્યો છે..
વડોદરા જીલ્લાના શિનોર પંથકમાં રવિવાર સવાર સુધીમાં વરસેલા વરસાદ નો સરેરાશ આંક 473 મિલીમીટર નોંધાયેલો હતો.જે બાદ વિતેલા 24 કલાક માં વાદળછાયા વાતાવરણ વચ્ચે સોમવારની સવાર ના 8 વાગ્યા સુધીમાં વધુ 38 મિલીમીટર વરસાદ વરસતાં,ચાલુ સીઝનમાં વરસેલા સરેરાશ વરસાદનો કુલ આંક વધીને 511 મિલીમીટર, યા ને કે 20.5 ઇંચ સુધી પહોંચ્યો છે.હજુ પણ સમગ્ર શિનોર પંથક માં વાતાવરણ વાદળો થી ઘેરાયેલું હોય વધુ વરસાદ વરસી શકે છે.