Vadodara

એસએસજીમાં વધુ 2 ડેન્ગ્યુ પોઝિટિવ કેસો સાથે હાલમાં 7 દર્દીઓ સારવાર હેઠળ

તા.01 જૂલાઇ થી તા.26 જૂલાઇ સુધીમાં કુલ 113 જેટલા ડેન્ગ્યુ પોઝિટિવ કેસો નોંધાયા

(પ્રતિનિધિ) વડોદરા તા.26

વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમા ડેન્ગ્યુ પોઝિટિવના શુક્રવારે સાંજે નવા એક કેસ તથા શનિવારે 2 ડેન્ગ્યુ પોઝિટિવ કેસ મળીને 9 ડેન્ગ્યુ પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. તા. 01 જૂલાઇ થી તા.26 જૂલાઇ સુધીમાં કુલ 113 જેટલા ડેન્ગ્યુ પોઝિટિવ કેસો નોંધાયા છે જ્યારે બીજી તરફ દરરોજના ઓપીડીમા પણ વધારો જોવા મળી રહ્યો છે.

ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની શરુઆત થઈ ગઈ હતી અને જૂલાઇ મહિનાની શરૂઆતમાં જ મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં દસ જેટલા રેસિડેન્ટ તબીબોને ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા જે બાદ આ અઠવાડિયામાં પણ સાત જેટલા રેસિડેન્ટ તબીબો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે.તા.01 જૂલાઇ થી તા.26 જૂલાઇ સુધીમાં કુલ 113 જેટલા ડેન્ગ્યુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. શુક્રવારે ચાર ડેન્ગ્યુ પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ દાખલ હતા જેમાં ગર્લ્સ હોસ્ટેલ અને બોય્ઝ હોસ્ટેલમાં રહેતા બે રેસિડેન્ટ તબીબો સામેલ હતા ઉપરાંત શુક્રવારે સાંજે એક નવા કેસ અને શનિવારે વધુ બે લોકોને ડેન્ગ્યુ પોઝિટિવ સાથે શનિવારે 7 ડેન્ગ્યુ પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.ચોમાસાની ત્રૃતુમા મચ્છરજન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆત સાથે જૂલાઇ મહિનામાં મેડિકલ કોલેજ બોય્ઝ હોસ્ટેલમાં તથા ગર્લ્સ હોસ્ટેલમાં રહેતા રેસિડેન્ટ તબીબો ડેન્ગ્યુ પોઝિટિવ આવતાં હોસ્પિટલ પ્રશાસન તથા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફોગીંગ, સ્વચ્છતા,દવા છંટકાવ તથા વરસાદી પાણીના નિકાલ ની કામગીરી કરવામાં આવી હતી સાથે જ મેડિકલ કોલેજમાં તથા હોસ્ટેલમાં રેસિડેન્ટ તબીબો મચ્છરદાની,મોસ્કીટો રીફિલનો ઉપયોગ કરી રહ્યા છે.

Most Popular

To Top