Vadodara

કારેલીબાગ ચેપીરોગ દવાખાનામાં પાણીજન્ય રોગ સહિતના 48 કેસ

કમળાના 41, ટાઇફોઇડના 6, ઝાડા ઉલટીના 1 કેસ નોંધાયા*

*પુરુષ દર્દીઓ 20,મહિલાઓ -12 તથા 16 બાળકો સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા

(પ્રતિનિધિ) વડોદરા તા.26

શહેરમાં ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે જેના કારણે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ચેપીરોગના દવાખાનામાં શનિવારે કમળા, ટાઇફોઇડ તથા ઝાડા ઉલટીના મળીને કુલ 48 કેસો સારવાર હેઠળ નોધાયા હતા. જે તમામને હાલ સારવાર આપવામાં આવી રહી છે.



શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગચાળાએ હાલ શહેરમાં માથું ઊંચક્યું હોય તેમ જણાય છે. શહેરમાં વેરો ભરવા છતાં નાગરિકોને વેરાનું વળતર મળતું નથી. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ઠેરઠેર આડેધડ કરાતી ખોદકામ ની કામગીરી, શહેરમાં જૂની જર્જરિત પાણીની લાઇનો કે જેમાંથી કેટલીક જગ્યાએ તો ડ્રેનેજની લાઇન સાથે પીવાના પાણીની લાઇન નજીકમાંથી પસાર થઈ રહી છે તથા બીજી તરફ ચોમાસામાં ડહોળું અને ગંદું પાણી આવવાથી લોકો પાણીજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા છે. ઘણીવાર બાહરના ખાણી પીણીની સ્વચ્છતા અને જાળવણીના અભાવે પણ આવા રોગચાળામાં વધારો થતો હોય છે ત્યારે હાલમાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ચેપીરોગના દવાખાનામાં શનિવારે કમળાના 41 દર્દીઓ, ટાઇફોઇડના 6 તથા ઝાડા ઉલટીના 1 મળીને કુલ 48 કેસો નોંધાયા છે જેઓ તમામ સારવાર હેઠળ છે. આ 48 કેસોમાં પુરુષ દર્દીઓની સંખ્યા 20, મહિલા દર્દીઓની સંખ્યા 12 તથા બાળ દર્દીઓની સંખ્યા 16 છે. આ કુલ 48 દર્દીઓમાંથી વડોદરા શહેરના 27 દર્દીઓ છે જ્યારે 21 જેટલાં દર્દીઓ વડોદરા શહેર બહારના સારવાર હેઠળ છે.

*લોકોએ પાણી ઉકાળીને પીવું બહારની ખાણીપીણી થી બચવું જોઈએ, ઘરની આસપાસ સ્વચ્છતા જરૂરી છે*

સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પીવાનું પાણી ડહોળું આવતું હોય છે ત્યારે લોકોમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે. લોકોએ ચોમાસામાં પાણીને ઉકાળીને ઠંડુ કરી ગાળીને જ પીવાનો આગ્રહ રાખવો જોઈએ.સમયાતરે આર.ઓ. ના ટીડીએસ ની ચકાસણી કરવી જોઈએ, બહારની ખાણીપીણી,ઠંડા પ્રવાહી લેવાથી બચવું જોઈએ સાથે જ મકાનની આસપાસ પાણી ભરાઇ ન રહે, સ્વચ્છતા તરફે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

*-ડો.રીકેશ ચાપાનેરીયા,ચેપી રોગનું દવાખાનું, કારેલીબાગ*

Most Popular

To Top