પત્ની અને પરિજનો દ્વારા પોલીસ પર જસવીરસિંગ પર અમાનુષી માર માર્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા*
(પ્રતિનિધિ) વડોદરા તા.26
અંકલેશ્વર સબ જેલના કેદીની ત્રણ દિવસ પહેલાં તબિયત લથડતાં પોલીસ દ્વારા અંકલેશ્વર ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં વધુ તબિયત લથડતાં તેને વડોદરા શહેરના એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં કેદી જસવીર સિંગ નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જસવીર સિંગના મોતને પગલે પત્ની તથા પરિજનો દ્વારા પોલીસના કેટલાક કર્મચારીઓ દ્વારા અમાનુષી માર માર્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, જસવીરસિંગ ઉર્ફે ભાયાને ચીખલીના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોય પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને અંકલેશ્વર ની સબ જેલમા મોકલી આપવામાં આવ્યો હતો જ્યાં ત્રણ દિવસ પહેલાં તેની તબિયત લથડતાં જસવીરસિંગ ને ભરુચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં તેની તબિયત વધુ લથડતાં તેને વડોદરા શહેરના એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન શનિવારે મોત નિપજ્યું હતું. જસવીરસિંગ ના મોતને પગલે તેના પત્ની અને પરિજનો દ્વારા પોલીસ દ્વારા જસવીરસિંગ ને અમાનુષી રીતે માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. જસવીરસિંગ ના પત્નીના આક્ષેપ મુજબ પોલીસે જસવીરસિંગ ને ઘરમાં સૂઇ રહ્યો હતો તે દરમિયાન ઘરમાંથી ડંડા વડે માર મારી બેભાન જેવી અવસ્થામાં ગાડીમાં પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જ્યાં પાછળ પત્ની પણ ગઈ હતી પરંતુ તેને ત્યાંથી હટાવી દેવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલમાં કેદી જસવીરસિંગ ની તબિયત લથડતાં તેને વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોય પરિવારજનોએ હોસ્પિટલમાં રોકકળ સાથે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા બીજા તરફ પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મોત પાછળનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે