SURAT

મારા પિતા ચક્ષુબેંકમાં સેવા આપે છે, તેમની પ્રેરણાથી આંખની ડોકટર બની : ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓની કહાની

વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU)નો 51 મો પદવીદાન સમારોહ (CONVOCATION) યોજાયો હતો જેમાં 12 વિદ્યાશાખાઓના 111 અભ્યાસક્રમોના 36614 યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી, જેમાં 85 પી.એચ.ડી. તથા 14 એમ.ફિલધારકોને પદવી (DEGREE)ઓ એનાયત કરવામાં આવી હતી, સાથે જ શ્રેષ્ઠ દેખાવ માટે વિવિધ શાખાના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ (GOLD MEDAL)થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જે બાદ વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા સાથ જોડાયેલી વિવિધ પ્રેરણાત્મક વાર્તા (INSPIRATIONAL STORIES) કહી હતી..

એમ.એસ.(ઓપ્થેલ્મોલોજી)માં સૌથી વધુ ગુણ બદલ ગોલ્ડ મેડલ મેળવ્યો

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં એમ.એસ. (ઓપ્થેલ્મોલોજી)ના અભ્યાસમાં સૌથી વધુ ગુણાંક મેળવવા બદલ સુરતના ડો.પિંકલ શિરોયાને નર્મદ યુનિવર્સિટીના પદવીદાનમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. સુરતના પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ચેરમેન પ્રફુલભાઈ શિરોયાની પુત્રી છે. ડો.પિંકલ શિરોયા એમ.બી.બી.એસ. પૂર્ણ કર્યા બાદ હાલ તામિલનાડુના કોઇમ્બતુર ખાતે કોર્નિયાના ટ્રાન્સપ્લાન્ટ (આંખની કીકીના પ્રત્યારોપણ)ના વિષયમાં સ્પેશ્યલાઇઝેશન કરી રહ્યાં છે. ડો.પિંકલ જણાવે છે કે, મારા પિતા લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના માધ્યમથી સેવાપ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તેઓની પ્રેરણાથી હું આંખની ડોક્ટર બની છું. નેત્રદાનથી મળતાં ચક્ષુઓને કોઈ જરૂરતમંદ વ્યક્તિમાં પ્રત્યારોપણ કરી તેને પુન:દ્રષ્ટિ આપી શકાય છે. માતાપિતાના હૂંફ અને માર્ગદર્શનથી અભ્યાસ કરીને સફળતા મેળવી છે. કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટમાં નિષ્ણાંત બની જેમણે દ્રષ્ટિ ગુમાવી છે એમને દ્રષ્ટિ પાછી મળે એ માટે કામ કરીશ.

મેં આજ સુધી શાળા કે કોલેજ દરમિયાન ટ્યુશન લીધું નથી: ઘટા શાહ

સુરતના વડાચૌટા વિસ્તારમાં રહેતી અને એસ.પી.બી.કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી ઘટા શાહને બી.કોમ. માં ઉચ્ચત્તમ માર્ક્સ તેમજ એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ઓડીટીંગના ખાસ વિષયમાં ઉચ્ચ CGPA મેળવવા બદલ બે ગોલ્ડ મેડલ મળ્યા છે. ઘટા શાહના પિતા હરેશભાઈ શાહ સી.એ. છે અને માતા આભાબેન નવયુગ કોલેજમાં પ્રોફેસર છે. તેણે હર્ષ વ્યકત કરતાં જણાવ્યું કે, મેં આજ સુધી શાળા કે કોલેજ અભ્યાસ દરમિયાન કોઈ પણ પ્રકારના ટ્યુશનની મદદ વિના આ સિદ્ધિ મેળવી છે. એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ઓડીટીંગ વિષય અઘરો હોવા છતાં હું જાતે જ શીખી આગળ વધી છું. અને આ વિષયમાં પારંગત થઈ છું. માતાપિતાના સહયોગ અને શિક્ષકોના માર્ગદર્શનથી ભણી-ગણીને આગળ વધવાની પ્રેરણાના કારણે આજે ગોલ્ડ મેડલ અને પારિતોષિક મેળવીને મારા પિતાની ઈચ્છા પૂર્ણ કરી છે.

ઉધનાની શ્રેયા સિંહે ઈંગ્લીશ લિટરેચરમાં ૩ ગોલ્ડ મેડલ મેળવ્યા

શ્રેયા સિંહે માસ્ટર ઓફ ઈંગ્લીશ લિટરેચરનો અભ્યાસ કરી ગોલ્ડ મેડલ અને પારિતોષિક પ્રાપ્ત કર્યા છે. ૨૫ વર્ષીય શ્રેયા ઉધના વિસ્તારમાં પિતા સાથે રહે છે. તેમના પિતા સીસા કંપની ખાતે સીઆઈટી હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે, જયારે માતા ઝારખંડના રાંચીમાં શિક્ષીકા છે. આ મેડલ મેળવવા પાછળ માતા પિતા અને પ્રોફેસરોની મહેનત છે એમ તેણે કહ્યું હતું. શ્રેયાએ જણાવ્યું કે, હું રોજ કલાકો સુધી અભ્યાસ કરતી. સોશ્યલ મીડિયાનો માત્ર અભ્યાસ માટે જ ઉપયોગ કરૂ છું. મેં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઈંગ્લીશ વિભાગથી મારું શિક્ષણ પૂર્ણ કર્યું. ઈંગ્લીશ વિષયમાં ખુબ જ રૂચિ હોવાથી આ વિષયમાં તેણે અનુસ્નાતકની ડિગ્રી લેવાનું પસંદ કર્યું અને તેમાં 8.00 (CGPA) પ્રાપ્ત કર્યા.

ઉધનાગામમાં રહેતા પ્રજ્ઞેશ પટેલે ગણિત વિષયમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યાઃ

દક્ષિણ ગુજરાત યુનિ.માં પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક સાયન્સ વિભાગમાં ભણતા વિદ્યાર્થી પ્રજ્ઞેશ પટેલે બે મેડલ મેળવ્યા હતા. ઉધનાગામમાં રહેતાં 23 વર્ષીય પ્રજ્ઞેશ અમૃતભાઈ પટેલ માસ્ટર ઇન મેથેમેટિક્સમાં સૌથી વધુ 9.92 (CGPA) ઘરાવે છે . પ્રજ્ઞેશ જણાવ્યું કે, મારા માતા પિતાના સાથ સહકાર વગર આ શક્ય ન હતું. મારા પિતા સરદાર માર્કેટમાં એકાઉન્ટીંગનું કામ કરે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top