Vadodara

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આસપાસ તેમજ અડાણીયા પુલથી ઠેકરનાથ સુધી હંગામી દબાણો દૂર કરાયા

વડોદરા: શહેરના રેલ્વે સ્ટેશન, બુલેટ ટ્રેન માર્ગમાં આવેલા હંગામી દબાણોને પોલીસ બંદોબસ્ત સાથે ખસેડીને તંત્ર દ્વારા કુલ બે ટ્રક જેટલો સામાન કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી પ્રોજેક્ટની ગતિ વધારવા અને વિકાસ કાર્યમાં વિઘ્ન અટકાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ યુદ્ધગતિએ આગળ વધતાં તંત્ર દ્વારા કેટલીક જગ્યાએ ઊભા થયેલા હંગામી દબાણો હટાવવા માટે કડક કાર્યવાહી કરાઇ છે. રેલ્વે સ્ટેશન વિસ્તાર અને શહેરના પૂર્વ વિસ્તારમાં અડાણીયા પુલથી ઠેકરનાથ સુધી આવેલા દબાણોને સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે ખસેડવામાં આવ્યા હતા.

શાસ્ત્રી બ્રિજ નજીકથી હાલના રેલ્વે સ્ટેશન સુધી બુલેટ ટ્રેનની અન્ય કામગીરી પણ ચાલી રહી હતી. તે માર્ગમાં અનેક લોકોએ લારી, ગલ્લા અને ખાણી પીણી, ખૂમચા ઊભા કરી દેતા બુલેટ ટ્રેનના કામમાં અવરોધ સર્જાયો હતો. આ કારણે પાલિકા દબાણ શાખાએ 1 ટ્રક જેટલો એસો સામાન કબજે કર્યો હતો.
તેમજ, શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નં. ૬ માં ઠેકરનાથ સુધીના દબાણો પણ પોલીસ બંદોબસ્ત હેઠળ ખસેડવામાં આવ્યા અને વધુ એક ટ્રક જેટલો સામાન કબજે થયો છે. આ સાથે જ કુલ બે ટ્રક જેટલો માલ સામાન કબજે કરવામાં આવ્યો છે.

તંત્રની આ કાર્યવાહી પ્રોજેક્ટમાં આવેલી અવરોધો દૂર કરવા તેમજ બુલેટ ટ્રેનના કામગીરીને ગતિશીલ બનાવવા માટે કરવામાં આવી છે.

Most Popular

To Top