જગદીશ ફરસાણ, બ્રાઈટ સ્કૂલ સહિતની જગ્યાએથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા
શહેરના હોસ્ટેલ, કોલેજ, કેન્ટીન અને રેસ્ટોરન્ટમાંથી 26 નમુનાઓ લેવામાં આવ્યાં, 4 એકમોને નોટીસ, 3 દુકાનો બંધ કરાવાઈ
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હોસ્ટેલ, સ્કૂલ કેન્ટીન, કોલેજ કેન્ટીન, કેટરિંગ સર્વિસ અને રેસ્ટોરન્ટની ખાદ્ય સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી. ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા પોલીટેકનીક, અકોટા, કારેલીબાગ, કલાદર્શન, માંજલપુર, ભાયલી, દિવાળીપુરા અને ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં આવેલા ખાદ્ય એકમો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન નીચેના સ્થળો પરથી ખાદ્યપદાર્થોના કુલ 26 નમુનાઓ લેવામાં આવ્યાં:
1. સમરસ ગવર્મેન્ટ ગલ્સ હોસ્ટેલ, પોલીટેકનીક કેમ્પસ, આજવા રોડ
2. રાજપુરોહિત કેટરિંગ સર્વિસ
3. એસ.ડી.હોલ, લક્ષ્મણ કેટરર્સ, જે.એમ.હોલ – પ્રતાપગંજ
4. હેલ્ધી ફૂડ એમિનીટી સેન્ટર
5. વિજયમાલા કેટરિંગ – એમિનીટી સેન્ટર
6. ટેસ્ટી ફૂડ – એમિનીટી સેન્ટર, અકોટા
7. કેળવણી ટ્રસ્ટ – એસ.એન.ડી.ટી. કોલેજ
8. એસ.એન.ડી.ટી. કોલેજ કેન્ટીન – દિવાળીપુરા
9. નર્સિંગ કોલેજ – ઓલ્ડ પાદરા રોડ
10. જગદીશ કુડ્સ પ્રા.લિ. – કારેલીબાગ
11. બાલગોકુલમ કસ્તુરબા કન્યા છાત્રાલય
12. ફતેસિંહ આર્ય અનાથ આશ્રમ
13. વેલચંદ બેન્કર કુમાર આશ્રમ
14. સરદાર છાત્રાલય – કલાદર્શન
15. મોક્સ ફૂડ્સ પાર્સલ
16. જગદીશ ફરસાણ પ્રા.લિ.
17. મુરલીધર ફૂડ્સ પાર્સલ – રાજમહેલ રોડ
18. વ્હાઇટ પોટેટો – માંજલપુર
19. શ્રીરામ સ્ટોર
20. શિવ પ્રોવીઝન સ્ટોર
21. જી.કે. પાન
22. આકારા રેસ્ટોરન્ટ – ભાયલી
23. નવરચના યુનિવર્સિટી
24. બ્રાઈટ સ્કૂલ
આ તમામ સ્થળો પરથી હળદર પાવડર, પાઉભાજી મસાલો, સુપર કિચન કિંગ મસાલો, રાઇસ, દાળ, વટાણાનું શાક, ફીલ્ટર ગ્રાઉન્ડનટ ઓઈલ, ચણાદાળ, મસાલા મેગી, કોટનસીડ ઓઈલ, બટાકા-ટામેટાનું શાક, લાલ મરચાં પાવડર, ધાણા પાવડર, થેપલા, કેસરી પેંડા, લસણની ચટણી, મગનું શાક, દુધી ચણાનું શાક, મોતીચૂરના લાડુ, ડ્રાય મંચુરિયન, બેસન સહિતના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રીરામ સ્ટોર, શિવ પ્રોવીઝન સ્ટોર અને જી.કે. પાન ત્રણ ખાદ્ય એકમો એફ.બી.ઓ. લાયસન્સ વગર ચાલતા હોવાથી તેમને બંધ કરાવામાં આવ્યા છે.
નીચેના સ્થળોએ ખામી જોવા મળતા શીડ્યુલ-4 ની નોટિસ આપવામાં આવી છે:
સમરસ ગવર્મેન્ટ ગલ્સ હોસ્ટેલ – પોલીટેકનીક કેમ્પસ
નવરચના યુનિવર્સિટી – ભાયલી
કેળવણી ટ્રસ્ટ એસ.એન.ડી.ટી. કોલેજ – અકોટા
નર્સિંગ કોલેજ – દિવાળીપુરા
આ એકમોમાંથી કઈક જગ્યાએ પાણીનો રિપોર્ટ ન હોવો, મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર ન હોવું, કાચા અને તૈયાર ખોરાકના લેબ રિપોર્ટ ન હોવા, લાયસન્સ ન હોવું કે લાયસન્સ વિના ધંધો કરાતો હોવો જેવી ખામીઓ મળી હતી.