
વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા શિવભક્ત મહેશભાઇ ઉતેકર અમરનાથ યાત્રાએ ગયા હતા જ્યાં તેઓ બાબા અમરનાથના દર્શન કરે તે પહેલાં પડી જતાં તેઓને બ્રેઇન હેમરેજ થતાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા ચંદ્રલોક સોસાયટીમાં પરિવાર સાથે રહેતા મહેશભાઇ ઉતેકર ભગવાન શિવજીને માનતા હતા અને તેઓ પોતાના ગૃપ સાથે દસેક દિવસ અગાઉ વડોદરાથી અમરનાથ યાત્રાએ નિકળ્યા હતા જ્યાં તેઓ ખૂબ ખુશ હતા બાબા બર્ફાનીના દર્શનને લઈ ખૂબ ઉત્સુક હતા ત્યારે અમરનાથ ગુફાથી માત્ર 20 પગથિયાં દૂર તેઓ પડી ગયા હતા અને બેભાન થઈ જતાં તેમને શ્રીનગર સ્થિત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને બ્રેઇન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે દરમિયાન તેઓ કોમામાં જતાં રહેતાં છેલ્લા દસેક દિવસથી આઇસીયુમા રાખવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મહેશભાઇ શિવલોક પામ્યા હતા હવે તેમના પાર્થિવ દેહને કોફિનમા શ્રીનગર થી વીમાન મારફતે મંગળવારે વડોદરા લાવવામાં આવશે. થોડાક દિવસ અગાઉ બાબા બર્ફાનીના દર્શનની ઉત્સુકતા સાથે વડોદરાના યાત્રિકોના નાચગાન કરતા એક વિડીયોમાં તેઓ ઘણા ઉત્સાહિત જોવા મળ્યા હતા.