પંચાયતી અખાડા શ્રી નિરંજની, વડોદરા,કરનાળી (ચાંદોદ) સાર્વજનિક ટ્રસ્ટના કુલ પાંચ ટ્રસ્ટીઓ રહેશે*
(પ્રતિનિધિ) વડોદરા તા.21
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા(સોટ્ટા) ની પંચાયતી અખાડા શ્રી નિરંજની, વડોદરા, દ્વારા કરનાળી (ચાંદોદ) ના સાર્વજનિક ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
વડોદરા જિલ્લાના દર્શાવતી (ડભોઇ) તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ની ‘પંચાયતી અખાડા શ્રી નિરંજની વડોદરા, કરનાળી (ચાંદોદ ) સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણૂંક ટ્રસ્ટ સર્વે નં.675 હેઠળ કુલ પાંચ ટ્રસ્ટીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા), પ્રણવ ત્રિવેદી, મહંત નંદગીરી,મહંત શિવશંકર પુરીજી,મહંત ધર્મરાજ ભારતીની નિમણૂંક ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે ત્યારબાદ નિયમ મુજબ નિમણૂંક ને રિન્યુ કરવાની હોય છે. ‘પંચાયતી અખાડા શ્રી નિરંજની વડોદરા,કરનાળી (ચાંદોદ) સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટ સંખ્યા નં.675 હેઠળ નિમણૂંક કરવામાં આવી છે જેમાં કુબેર ભંડારી મંદિરનો સમાવેશ થાય છે.