વડોદરા તા.21
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં કોઠીના ઢાળ પાસે યુવકની લોહી લુહાણ હાલતમાં લાશ વહેલી સવારે મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક કારેલીબાગ અને રાવપુરા તેમજ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે લાશને પીએમ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડી હતી. લાશ ની બાજુમાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હોય હત્યાની આશંકા પણ સેવાઈ રહી છે.

વડોદરા શહેરના ચોવીશ કલાક ટ્રાફિકથી ધમધમતા રાવપુરા વિસ્તારમાં કોઠીના ઢાળ પાસે વહેલી સવારે એક યુવકનો લોહીલુહાણ હાલતના મૃત માફી આવતા ચકચાર મચી ગઈ હતી. રાવપુરા અને કારેલીબાગ પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.
ત્યારે યુવકના શરીર પર કોઈ હથિયાર વડે હુમલો કરેલો હોવાના કારણે બાજુમાં લોહીના ખાબોચિયા પણ ભરાઈ ગયા હતા. જેથી આખરે રાવપુરા પોલીસે લાશને પીએમ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ એક્સિડેન્ટલ ડેથનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ યુવકના મૃતદેહના શરીર પર ઇજા નિશાન હોવાના કારણે યુવાની હત્યા થઈ હોવાની આશંકા પણ સેવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવક તરસાલી વિસ્તારમાં આવેલા વિશાલ નગરમાં રહેતો હતો અને તેનું નામ યશ ઠાકુર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેના માતા પિતા ન હોવાના કારણે મિત્રની માતા એ જ તેને મોટો કર્યો હતો. બીજી તરફ પોલીસે પણ ઘટના સ્થળ સહિતના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ મેળવવા સહિતની કાર્યવાહી શરૂ કરાઇ છે.