ઇરાકના એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા 50 જેટલા લોકો જીવતા બળી ગયા હોવાના અહેવાલ છે. અહેવાલ મુજબ, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અકસ્માત ઇરાકના અલ-કુટમાં એક સુપરમાર્કેટમાં થયો હતો. વાયરલ થયેલા વિડિયો દર્શાવે છે કે ઇમારતનો મોટો ભાગ આગમાં સળગી રહ્યો છે અને ધુમાડો નીકળી રહ્યો છે.
હાલમાં આગ લાગવાનું વાસ્તવિક કારણ જાણી શકાયું નથી, પરંતુ રાજ્યપાલે કહ્યું છે કે ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે અને પ્રારંભિક રિપોર્ટ આગામી 48 કલાકમાં જાહેર કરવામાં આવશે.
રાજ્યપાલે એ પણ માહિતી આપી કે ઇમારત અને મોલના માલિક સામે કેસ નોંધવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં શહેરમાં પાંચ માળની એક ઇમારત આગની લપેટમાં જોવા મળી રહી છે, અને અગ્નિશામકો આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.