કૃષિ અને ડેરી ક્ષેત્રો પર અમેરિકાની માંગણીઓને કારણે ભારત-અમેરિકા વેપાર-કરાર અટકી ગયો હોવાના અહેવાલ છે. ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકન કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે ભારતીય બજાર ખોલી દેવાની માંગણી ભારત માટે ખૂબ સંવેદનશીલ મુદ્દો છે. જો બંને દેશો વચ્ચેના વેપાર કરારમાં છૂટછાટો આપવી જ હોય તો તે અમેરિકા તરફથી હોવી જોઈએ, ભારત તરફથી નહીં. ૯ જુલાઈએ ટ્રમ્પની ટેરિફ ડેડલાઇન સમાપ્ત થઈ ત્યારે ખૂબ મોટી ડીલની અપેક્ષા હતી. પરંતુ અમેરિકામાં ટ્રેડ ડિલની વાટાઘાટો માટે ગયેલા ભારતીય અધિકારીઓએ તેમનું રોકાણ લંબાવવું પડ્યું છે. રાજદ્વારી દોડાદોડ વચ્ચે વિદેશમંત્રી જયશંકર પણ તેમના અમેરિકન સમકક્ષ માર્કો રુબિયોને મળવા માટે યુએસ રાજધાની દોડી ગયા હતા.
ટ્રમ્પે ભારતીય નિકાસ પર ૨૬% સુધીના ઊંચા ટેરિફની ધમકી આપી છે જે સામે ભારતે પોતાને અનુકૂળ વચગાળાનો સોદો મેળવવા પ્રયાસ કર્યો પરંતુ વાટાઘાટોમાં મડાગાંઠ પડી છે. ભારત માટે કૃષિ અને ડેરી ક્ષેત્ર એક લક્ષ્મણરેખા છે જેના પર વાટાઘાટો શક્ય નથી. ટ્રમ્પની ટીમ કૃષિ અને ડેરી ક્ષેત્રોમાં ભારત પાસેથી છૂટછાટો માંગી રહી છે. કૃષિ અને ડેરી પર અમેરિકાની માંગણીઓ સાથે સંમત ન થવાનાં ઘણાં કારણો છે. ભારત માટે ઘરેલું કૃષિ અને ડેરી ક્ષેત્રનું રક્ષણ ખૂબ જરૂરી છે. લાખો ભારતીયો આ ક્ષેત્રમાં રોજગારી મેળવે છે. ભારતના કૃષિ ક્ષેત્રને અમેરિકન ખેતી જેટલી ઊંચી સબસિડી પણ નથી મળતી. સામે અમેરિકન સરકાર તેમનાં કૃષિ ઉત્પાદનોને ભારતના ભારે આયાત ટેરિફથી મુક્તિ આપવાની સોદાબાજી કરી રહી છે.
ભારતની લગભગ અડધી રોજગારી કૃષિ પર નિર્ભર છે, જે અમેરિકા સામે ઝૂકી જવાથી જોખમમાં મુકાઈ શકે છે. અમેરિકાની શરત માની લઈએ તો ભારતીય બજારમાં ઊંચી સબસિડીવાળી અમેરિકન ખેતપેદાશો ખડકાવા લાગે. ભારતીય કૃષિ માત્ર આર્થિક મુદ્દો નથી પણ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રથાઓ સાથે જોડાયેલો મુદ્દો છે. અમેરિકા મોટા પાયે GM સોયાબીન, મકાઈ અને ડેરી ઉત્પાદનોની નિકાસ કરવા માંગે છે જેના માટે ભારત તૈયાર નથી. GM પાકમાંથી ક્રોસ-પોલિનેશનનાં જોખમો પણ છે જે ભારતની મૂળ બીજ જાતોને નુકસાન પહોંચાડી શકે છે. ડેરી ક્ષેત્રની વાત કરીએ તો દૂધાળાં પશુઓને આપવામાં આવતો ખોરાક ભારતીય સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યો સાથે જોડાયેલો છે.
કૃષિ અને ખેડૂતોનાં હિતોના રક્ષણ માટે જ વિશ્વના કોઈ પણ દેશની તુલનામાં ભારતના આ ક્ષેત્રનાં ટેરિફ પ્રમાણમાં ઊંચાં છે. રોજગારમાં કૃષિની ભૂમિકાની વાત કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચે કૃષિ ઉત્પાદન, રોજગાર અને તેમની માંગ અને પુરવઠામાં મોટો તફાવત છે. ૨૦૨૦ની સ્થિતિએ ભારતમાં લગભગ ૧૯૬.૬૪ મિલિયન લોકો કૃષિ ક્ષેત્રમાં કાર્યરત હતાં, જ્યારે યુએસમાં આ સંખ્યા માત્ર ૨.૧૧ મિલિયન હતી. ભારતમાં કુલ રોજગારમાં કૃષિનો હિસ્સો સીધી તેમજ આડકતરી રીતે ૫૦% છે, જ્યારે યુએસમાં તે માત્ર ૧% છે. ૧૪.૬% યોગદાન સાથે કૃષિ ભારતના જીડીપીનાં સૌથી મોટાં ઘટકોમાંનો એક છે, જ્યારે તે અમેરિકન અર્થતંત્રમાં માત્ર ૦.૯૨% ફાળો આપે છે. સરેરાશ ખેતરના કદની વાત આવે છે ત્યારે તફાવત ખૂબ મોટો છે.યુએસમાં સરેરાશ ખેતરનો વિસ્તાર લગભગ ૧૮૦ હેક્ટર છે, જ્યારે ભારતમાં તે માત્ર ૧.૦૮ હેક્ટર છે.વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO)ના ડેટા અનુસાર અમેરિકાના ખેડૂતોને નોંધપાત્ર રીતે વધુ સરકારી સહાય મળે છે, જેમાં પ્રતિ ખેડૂત સરેરાશ ૬૧,૨૮૬ ડોલર મળે છે, જ્યારે ભારતમાં પ્રતિ ખેડૂત ૨૮૨ ડોલર મળે છે.
૧ જાન્યુઆરી, ૧૯૯૫ના રોજ કૃષિ કરાર (AOA) અમલમાં આવ્યો ત્યારથી ભારત WTOની ભેદભાવપૂર્ણ નીતિઓથી બંધાયેલું છે. ભારતની કૃષિ સબસિડી ખેડૂત દીઠ નોંધપાત્ર રીતે ઓછી છે, તેમ છતાં WTO ભારત પર તેને વધુ ઘટાડવા માટે દબાણ કરતું રહે છે. WTOની સબસિડી એકાઉન્ટિંગ પદ્ધતિ ખામીયુક્ત છે કારણ કે તે ભારતમાં કેટલા ખેડૂતો છે તે જોતી નથી. તે ફક્ત તેમને આપવામાં આવેલા કુલ નાણાંની ગણતરી કરે છે. બીજી બાજુ, ઓછાં ખેડૂતો હોવાને કારણે યુએસમાં દરેક ખેડૂતને ઘણી મોટી રકમ મળે છે. પરંતુ ભારતમાં, જ્યાં લાખો ખેડૂતોને પ્રમાણમાં ઓછી મદદ મળે છે, કુલ આંકડો મોટો હોવાથી એવું લાગે છે કે ભારત વધુ નાણાં સબસિડી પર ખર્ચે છે.
ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા ભારત યુએસની તુલનામાં કૃષિ ઉત્પાદનો પર ઘણાં ઊંચાં આયાત ટેરિફ વસૂલે છે.ભારત અન્ય દેશોમાંથી આવતા કૃષિ માલ પર સરેરાશ ૩૯% કર લાદે છે અને સૌથી વધુ આયાત કરવામાં આવતી વસ્તુઓ માટે, કર ૬૫% સુધીનો છે. ભારત આયાતી કૃષિ માલને વધુ મોંઘો બનાવીને તેના ખેડૂતોને મજબૂત રક્ષણ પૂરું પાડે છે. તેનાથી વિપરીત, WTOના ડેટા અનુસાર, યુએસનો સરેરાશ કૃષિ આયાત કર ફક્ત પાંચ ટકા છે.
સબસિડીવાળાં યુએસ કૃષિ ઉત્પાદનો માટે ખાસ કરીને અનાજ પર આયાત ટેરિફ ઘટાડવાથી ભારતીય ખેડૂતોને નુકસાન થાય અને ભારતમાં ખાદ્ય પદાર્થોના ભાવ અસ્થિર થઈ શકે છે. ટેરિફ ઘટાડવાથી સસ્તાં, સબસિડીવાળાં યુએસ અનાજથી ભારતીય બજાર છલકાઈ શકે છે.આનાથી સ્થાનિક ખેડૂતોને નુકસાન થાય અને ભારતમાં સ્થાનિક ખાદ્ય પુરવઠામાં વિક્ષેપ પડે. ડેરી ક્ષેત્ર ભારતીય આહાર સંસ્કૃતિ અને ધાર્મિક સંવેદનશીલતાઓનો મુદ્દો પણ છે. ભારતીયો દૂધ અને ડેરી ઉત્પાદનો સાથે સમાધાન ન કરી શકે કારણ કે તેનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં પણ થાય છે.
કૃષિ અને ડેરી આયાતની વાત આવે ત્યારે સાંસ્કૃતિક માન્યતાઓ, રોજગાર, કૃષિ બજારો અને લાંબા ગાળાની અસર અંગેની ચિંતાઓ કેટલાક મુખ્ય મુદ્દા છે. આરોગ્ય અને પર્યાવરણ પર GM પાકની અસર બીજી ચિંતાનો વિષય છે. આ ફક્ત નીતિગત જ નહીં પરંતુ ભાવનાત્મક અને રાજકીય મુદ્દો પણ છે.ભારતમાં કૃષિ વેપાર ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે એટલે આપણે આશા રાખીએ કે ભારત પોતાની શરતો પર અમેરિકા સાથે કરાર કરવામાં સફળ થાય.
જો કે આ એક માત્ર આશા પર બેસી નહીં રહેતાં ભારતે પણ પોતાના નિકાસ બજાર માટે વૈકલ્પિક શક્યતાઓ તરીકે યુરોપ, આફ્રિકા, ચીન જેવાં અન્ય બજારો જોવાં જોઈએ. જો આમ નહીં થાય અને અમેરિકા ભારતની માંગણી સાથે સંમત નહીં થાય તો સરવાળે ભારતે નિકાસ ક્ષેત્રે સહન કરવું પડે જેને કારણે વિદેશી હૂંડિયામણની પ્રાપ્તિ ઘટવાથી ભારતને ક્રુડ ઓઇલ, ખાદ્યતેલ,API, રેર અર્થ કમ્પોનન્ટ્સ, શસ્ત્રસરંજામ જેવી આયાતોમાં ફરજિયાત કાપ મૂકવો પડે તેવી સ્થિતિ નિર્માણ થાય તેવું ભારતીય અર્થવ્યવસ્થાના તેમ જ નાગરિકોના હિતમાં નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.