એક કામદારે વધુ પડતા આલ્કોહોલનું સેવન કરી લેતા હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન તેનું મોત થયું
(પ્રતિનિધિ) વડોદરા તા.14
આલ્કોહોલનું સેવન જીવને જોખમ ઉભું કરી શકે છે.પોલીસ દ્વારા પણ નશામુક્ત અભિયાન અંતર્ગત જનજાગૃતિ સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે.પરંતુ તેમ છતાં કેટલા લોકો નશામાં ચૂર બની જીવન બરબાદ કરતા હોય છે.ત્યારે એક કામદારે જીવ ગુમાવવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ જંબુસરમાં આવેલી ક્રિષ્ના સીરામીક કંપનીમાં સંદીપભાઈ ભારતીય વધારે આલ્કોહોલનું સેવન કરતાં પડી ગયા હતા. જેમને પ્રાથમિક સારવાર માટે જંબુસરના સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે તેમને વડોદરા ની એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મધરાત્રીએ મૃત્યુ થયું હતું. બનાવ અંગે પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.